• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦ તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે*

PWD તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ

 

 

 

 

 

માહિતી બ્યુરો, મોરબી

 

મોરબી જિલ્લામાં કુલ ૩,૯૬૦ દિવ્યાંગ મતદારો તથા કુલ ૧૩,૨૫૦ મતદારો ૮૦ વર્ષ ઉપરની ઉમરના સિનિયર સિટીઝન્સ છે. આ તમામ મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે PWD નોડલ અધિકારીશ્રી વૈશાલીબેન જોશી દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓની સાથી આ તમામ મતદારો પાસેથી સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે.

 

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ PWD નોડલ અધિકારીશ્રી દ્વારા માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે. જ્યાં માંગણી કરેલી નથી તેવા બુથ પર પણ અગાઉના વર્ષોમાં સાધન સહાય આપેલ છે તેવા દિવ્યાંગ મતદારોની વ્હીલચેર, આંગણવાડી વર્કર બહેનો દ્વારા મેળવી મતદાન કરાવવામાં આવશે. વિધાનસભાની બઠક મુજબ એક-એક “દિવ્યાંગ સહાયક વાહન”, ૧ વ્હીલચેર, ૧ સહાયક કર્મચારી તથા ૧ સ્પેશ્યલ એજ્યુકેટરની સાથે મોબાઈલ વાહન પણ ઉપલબ્ધ રહેશે.

 

વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સને પણ ખાસ સહાયક વાહન દ્વારા મતદાન કરાવવા લઈ જવાશે. ઉપરાંત ૬૫-મોરબી અને ૬૭-વાંકાનેર ખાતેના ‘દિવ્યાંગ કર્મચારી દ્વારા સંચાલિત બુથ’ પર પણ વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે.

Related posts

*મોરબી ના જોધપર ખાતે ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : 5.14 લાખ રોકડા કબજે*

Hello Morbi

*કોવિડ-૧૯ વેકસીન આપવા સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ*

Hello Morbi

*HELLO MORBI NEWS:લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતે અરજીકરવાની તારીખ ૫ એપ્રિલ સુધી લંબાવાઈ*

editor

Leave a Comment