• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો છેલ્લા 9 માસથી ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો*

 

મોરબી તા ૧૨ છેલા નવમાસ થી નાસ્તા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો મોરબી શહેરમાં વર્ષ ૨૦૨૧ માં થયેલ ચકચારી મમુ દાઢી હત્યા કેસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં ૧૪ ઈસમો ઝડપાયા હતા અને બાકીના આરોપીને પકડવાના બાકી હોય અને પોલીસે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી હોય જે ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી નવ મહીને લીલાપર ચોકડી પાસેથી ઝડપાયો છે

મોરબી શહેરમાં ચાલતી ગેંગવોરને પગલે ગત તા. ૦૮-૦૯-૨૦૨૧ ના રોજ હત્યાનો બનાવ બન્યો હતો જે ચકચારી હત્યા કેસમાં તપાસ દરમીયાન સંગઠિત ગુના આચરતી ટોળકી (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સીન્ડીકેટ) તળેનો ગુનો બનેલ હોય જેથી પોલીસે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ વર્ષ ૨૦૧૫ ની કલમ ૩ (૧) ની પેટા કલમ (૧) તથા (૨) તથા કલમ ૩ (૨) અને કલમ ૩ (૪) મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો જે કેસમાં કુલ ૧૮ આરોપીઓની સંડોવણી ખુલી હતી અને તપાસ દરમિયાન કુલ ૧૪ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા જેની વિરુદ્ધ ગુજ્સીટોક સ્પેશ્યલ કોર્ટ રાજકોટ ખાતે ચાર્જસહિત કરવામાં આવી હતી

જે ગુનામાં ચાર આરોપી નાસતા ફરતા હોય જેને ઝડપી લેવા કોર્ટ તરફથી વોરંટ મેળવેલ જે ચારેય આરોપીને ઝડપી લેવા મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જે આરોપીઓને ઝડપી લેવા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન ટીમના સંજયભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગશીયાને બાતમી મળી હતી કે આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર રહે વજેપર મેઈન રોડ દરગાહ પાસે મોરબી વાળો હાલ લીલાપર ચોકડી પાસે ઉભો હોય જેથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને લીલાપર ચોકડી પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે જે આરોપી નવ માસથી ગુજ્સીટોક ગુનામાં નાસતો ફરતો હતો જેને ઝડપી લેવામાં સફળતા મળી છે

ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર

ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલવા પામ્યું છે જે આરોપી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં હત્યા અને ગુજસીટોકના ગુના ઉપરાંત એ ડીવીઝન પોલીસ મથકમાં જીપી એક્ટ, મારામારી, ધમકી સહિતના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ જોડાયેલ હતી

Related posts

*HELLO MORBI:જોડીયા સ્ત્રી હુનર ઉદ્યોગ શાળા ખાતે નિશુલક ઓપરેશન કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI:શિક્ષણ ક્ષેત્રે સર્વોતમ રીઝલ્ટનો એકમાત્ર વિકલ્પ એટલે નવયુગ……સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં 1, 2, 3 નંબરએ નવયુગ કોલેજના સ્ટુડન્ટ*

Hello Morbi

*જોડિયાના જશાપર ના વતની ગીરધર બાપા એ આયુર્વેદિક કેમ્પ યોજ્યો*

Hello Morbi

Leave a Comment