• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા મિયાણા પો.સ્ટે વિસ્તારમાંથી ગાંધીધામ (કચ્છ) ના ચોરીના ગુન્હામાં નાસતા* *ફરતા આરોપીને પકડી પાડતી એસ ઓ જી ટીમ મોરબી*

માળીયા મિયાણા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંધીધામ (કચ્છ) ના ચોરીના ગુન્હામાં નાસતા
ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૨૪/૦૩/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઝુંબેસ રાખવામાં આવેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગ દર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા નાઓને હકીકત મળેલ કે, ગાંધીધામ પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ) એ ડીવી પોસ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૪૯૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૨૦(બી) ૪૨૭ ના કામના આરોપી મહેશભાઇ પરબતભાઇ પરમાર રહે. જાજાસર તા.માળીયા(મિં) જી.મોરબી વાળો હાલે પોતાના ગામ જાજાસર ગામના ઝાપા પાસે આવેલ રામદેવપીરના મંદીર પાસે ઉભેલ છે અને મજકુર આરોપીએ શરીરે બ્લુ કલરનુ ટીશર્ટ તથા લીલા કલરનુ નાઇટ પેન્ટ પહેરેલ છે. સદરહુ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા નીચે જણાવેલ મજકુર આરોપી મળી આવતા આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૩ ના કલાક ૧૪/૦૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી માળીયા (મી) પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. >
નાફતો ફરતો આરોપી :-
મહેશભાઇ ઉર્ફે મયલો પરબતભાઇ પરમાર ઉ.વ.૩૧ ધંધો-ડ્રાઇવીંગ રહે.જાજાસર તા.માળીયા(મિં) જી.મોરબી > કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી તેમજ મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય* *રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧નો તા. ૧પમી જૂન-ર૦ર૧થી અમલ કરાશે* 

Hello Morbi

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ*

editor

Leave a Comment