• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી નિવૃત્ત થતા વિદાય સંભારમ યોજાયો*

આજરોજ જોડિયા તાલુકા પંચાયત મુકામે તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી કમ મંત્રી પંચાયત સંગઠન દ્વારા જોડિયા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ એ. ઘેટિયાને વય નિવૃત્તિ સબબ વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું……………………………..આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત જોડિયાના પ્રમુખ નાથાલાલ સાવરિયાએ હાજરી આપી હતી. અને સાથે જિલ્લા પંચાયાતના સદસ્ય વતી જેઠાલાલ અઘેરા અને તાલુકા પંચાયતના સદસ્ય કિશોરસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા.અને આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી મંડળ દવારા સન્માન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમા વયનિવૃત થતા પ્રવિણભાઈ વિશે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહકાર મનીષભાઈ સોરઠીયા દ્વારા અને તલાટી કમ મંત્રી રુદ્રદતસિંહ જાડેજા દુધઇ દ્વારા પ્રતિભાવો આપવામા આવ્યા હતા. નીવૃત્તિ બાબતે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમની આભાર વિધિ મદદનિશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. અને આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તલાટી કમ મંત્રી વિપુલભાઈ પનારા ભાદરા દ્વારા કરવામાં આવેલ હતું. અને જોડિયા ICDS ઘટક ના નર્મદા બેન થોરિયા અને તમામ સ્ટાફ પણ સાથે સામીલ હતા. ત્યારબાદ સાથે ઘૂંટાનું ભોજન નું પણ આયોજન કરવામાં આવેલ હતું. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડિયા તાલુકા પંચાયત સ્ટાફ અને જોડિયા તાલુકા પંચાયત તલાટી મંત્રી સંગઠન દ્વારા સંયુકત ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અને સમગ્ર કાર્યક્રમ માટે હડિયાણા ગામના વરિષ્ઠ પત્રકાર શ્રી શરદભાઈ રાવલ દ્વારા આ કાર્યક્રમમા સફળ હાઇલાઇટ બનાવવામાં મહેનત કરવામા આવી હતી……………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા……………..

Related posts

*રાજકીય ક્ષેત્રમાં મુસ્લિમ સમાજ ને મળવું જોઈએ વસ્તી પ્રમાણમાં પ્રતિનિધિત્વ : ઈમ્તિયાઝ પઠાણ*

Hello Morbi

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા:જીવદયા પ્રેમી ની ઉમદા કામગીરી ને બિરદાવતા ભાવીનભાઈ સેજપાલ*

editor

Leave a Comment