• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા માટે વાલીઓ તૈયાર રહ* *આગામી ૮ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન* *મોરબી જિલ્લામાં સ્પર્ધાનું આયોજન*

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૮માં પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવેલ જે અન્વયે “સ્વસ્થ બાળક બાલિકા“ ની ઓળખ અને ઉજવણી સંદર્ભે “સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા” યોજવામાં આવનાર છે. જેના ભાગ રૂપે વાલીઓ પોતાના બાળકોની આરોગ્ય અને પોષણની સ્થિતિ જાણી શકે છે. આ આરોગ્ય પોષણની સ્થિતિ જાણ્યા બાદ તેને સુધારવા માટે માતા-પિતા/વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને લોકોમાં જાગૃતિ આવે. તેવા ખ્યાલ સાથે ૦ થી ૬ વર્ષના બાળકો માટે “સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા” મોરબીમાં તા. ૮ જાન્યુઆરી-૨૦૨૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી યોજાશે.

 

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા” સાથે મળી કુપોષણ ને નાબુદ કરવાની રાષ્ટ્રીવ્યાપી ઝુંબેશને સૌ સાથે મળી મોરબી જિલ્લાના ૦ થી ૬ વર્ષના તમામ બાળકોના જન્મ તારીખની નોંધ કરી વજન-ઉંચાઈની સ્થિતિ નજીકના આંગણવાડી કેન્દ્ર પર તા.૦૮/૦૧/૨૦૨૨ થી તા.૧૪/૦૧/૨૦૨૨ દરમિયાન અચૂક કરાવી લેવાની રહેશે. જે બાળકનું નામ આંગણવાડીમાં નોધાયેલ ન હોય તો પણ બાળકના વજન-ઉંચાઈ નોધણી કરાવી શકાશે અને તે બાળકનું પોષણ સ્તર જાણી શકાશે.

 

વાલીઓ પોતાની રીતે સેલ્ફ મોડ દ્વારા ૨ વર્ષ થી ૬ વર્ષના બાળકોના વજન-ઊંચાઈની નોંધણી પોતાના મોબાઇલમાં Play store દ્વારા Poshan Tracker એપ્લીકેશન ડાઉનલોડ કરી “Parent and Guadian” મેનુ પર રજીસ્ટ્રેશન કરી બાળકની જન્મ તારીખ દાખલ કરી વજન-ઉંચાઈની સ્થિતિ જાણી શકશે. અને “સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા” માં ભાગ લઇ શકશે.

 

આ સ્પર્ધાના અંતે બાળકની પોષણ સ્થિતિને ધ્યાનમાં લઇને સરકારશ્રી દ્વારા ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે જે એપ્લીકેશન પરથી ડાઉનલોડ કરી શકાશે. બાળકની આરોગ્ય અને પોષણની સ્થિતિ જાણીએ અને ભારતને કુપોષણ મુક્ત બનાવવા સહભાગી બનવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી મોરબીની યાદીમાં જ

Related posts

*HELLO MORBI:વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કર્યા*

editor

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*ગઢડા ( સ્વા.)સ્વામિનારાયણ મહિલા કોલેજ માં વૃક્ષારોપણ*      

Hello Morbi

Leave a Comment