• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હત્યા ના ગુન્હામાં રાજકોટ જેલ માથી પેરોલ જંપ કરનાર કેદી ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હળવદ થી ઝડપી પાડ્યો*

 

મોરબી તા ૧૫ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, અને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આજે મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાનાના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ રજા પરથી છેલ્લા ૧ માસથી ફરાર થયેલ હોય જે આરોપીને ઝડપી લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. ના હત્યા કેસનો પાકા કામનો આરોપી જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ ઉ.વ.૫૦ રહે.સુસવાવ તા.હળવદ વાળો તા.૧૭/૧૦/૨૦૨૨ થી તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ હોય જે પાકા કામના આરોપીને તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદીને હકીકત આધારે સુસવાવ તા.હળવદ જી.મોરબી ખાતેથી મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.

Related posts

*હડીયાણા ખાતે શોભા યાત્રા નીકળી*

Hello Morbi

*ટંકારા પોલીસ દ્વારા ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષને નજરકેદ કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં છેલ્લા 𝟏𝟓 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 𝟏𝟐𝟎થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ*

editor

Leave a Comment