• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હડીયાણા કન્યાશાળા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ*

*શ્રી હડીયાણા કન્યા શાળામાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી*………………….
……………………………….
સમગ્ર ભારતમાં 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે………. જે અન્વયે જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની હડીયાણા કન્યા શાળામાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ શ્ હડીયાણા કન્યા શાળામાં શાળાના આચાર્યશ્રી અરવિંદ એન. મકવાણાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેનો દ્વારા એક સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા ગ્રાહકોની સાથે થતી છેતરપિંડી, ગ્રાહકોનું થતું શોષણ, ઓછું તોલમાપ, ભેળસેળ વાળી વસ્તુઓ વગેરે અંગે આજના બાળકો અને ભવિષ્યના ગ્રાહકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત એક ગ્રાહક તરીકે રાખવાની તકેદારીઓ, ગ્રાહકોના અધિકારો, ગ્રાહકોની ફરજો વગેરે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એક ગ્રાહક તરીકે કોઈનું શોષણનો કોઈ ભોગ ન બને, છેતરાય નહીં અને ગ્રાહક તરીકે મળતા અધિકારોથી માહિતગાર થાય અને જો કોઈને અન્યાય થતો હોય તો એની સામે ફરિયાદ કરી શકે અને છેતરપિંડીનો ભોગ ન બની રહે એ માટેનો રહ્યો હતો…………………………….
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા……………

Related posts

*આજ રોજ હડિયાણા પટેલ સમાજ ની વાડી માં સફાઈ ના સાધનો નું વિતરણ યોજવામાં આવ્યો હતો*…

Hello Morbi

*જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

Leave a Comment