• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અભૂતપૂર્વ ઉત્સાહિત માહોલમાં જલીયાણ ગૌશાળા ડીસા ખાતે ઉજવાયો ધૂળેટી મહાપર્વનો રંગોત્સવ કાર્યક્રમ*

અભૂતપૂર્વ ઉત્સાહિત માહોલમાં જલીયાણ ગૌશાળા ડીસા ખાતે ઉજવાયો ધૂળેટી મહાપર્વનો રંગોત્સવ કાર્યક્રમ
જલીયાણ ગૌશાળા ડીસા/રાણપુર/કાંટ ખાતે સંપૂર્ણ ઉત્સાહિત માહોલ સાથે ગૌમાતાઓના સાનિધ્યમાં ધૂળેટી મહાપર્વનો રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રેરણાદાયી અવસરે માતુશ્રી શાંતાબેન દીપચંદભાઈ મજેઠીયા પરિવારના સહયોગથી બનેલ પાણીની પરબ તેમજ શ્રી ચતુરલાલ ધનજીભાઈ કારિયા પરિવારના સહયોગથી બનેલ ચબૂતરાનું દાતા પરિવારો દ્વારા ઉદઘાટન અને શ્રી પારકર યુવક મંડળ ડીસાના સહયોગથી બનેલ નવીન શેડની તકતીનું દાતાઓના વરદહસ્તે અનાવરણ પૂજ્ય કિરણભાઈ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.સવારે ગૌપૂજન કર્યા બાદ ચા-નાસ્તાની વિધિ પતાવી સંગીતના નાદે સૌએ ધૂળેટી મહાપર્વ નિમિત્તે રંગોત્સવની ઉજવણી કરી અદ્ભુત મોજ માણી હતી.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા તેમજ શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાના ભજન કરવામાં આવ્યાં હતાં.ભજન દરમિયાન સૌએ રમીઝૂમીને નિજાનંદ માણ્યો હતો.તમામ દાતા પરિવારોનું વાજતેગાજતે રંગેચંગે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે ગૌપ્રેમી સામાજિક અગ્રણીઓ સર્વશ્રી કનુભાઈ આચાર્ય,શાંતિભાઈ વકીલ,લીલાધરભાઈ આચાર્ય, પ્રતાપભાઈ ઠક્કર,નટુભાઇ આચાર્ય, નવીનભાઈ દાંતીવાડા, દેવચંદભાઈ એન ઠક્કર, પ્રેમજીભાઈ ઠક્કર,ડો.પી.પી.ઠકકર, તારાચંદભાઇ મજેઠીયા, તુલસીભાઈ પલણ,રમેશભાઈ કચરાણી,ડો.જગદીશભાઈ ઠકકર, હસમુખભાઈ પોપટ, ડાયાભાઈ જોબનપુત્રા,લીલાધરભાઈ ગટા,ભાવેશભાઈ જોબનપુત્રા , કમલેશભાઈ રાચ્છ, કનુભાઈ તૃપ્તિવાળા,બાબુભાઈ ઠકકર, નરેશભાઈ ઉડેચા, પિયુષભાઈ ગટા,ભગવાનભાઈ બંધુ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો,મહિલાઓ,યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અભૂતપૂર્વ ઉત્સાહિત માહોલમાં સૌએ રંગોત્સવની મહામોજ માણી હતી.સૌ માટે સુરૂચિ ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જલીયાણ ગૌશાળા ડીસાના સમર્પિત ગૌભકતો સર્વ ભરતભાઈ એન.ઠકકર, મુકેશભાઈ આચાર્ય, મહેશભાઈ જીવરાજભાઈ પોપટ, વિનોદભાઈ પટેલ, મહેશભાઈ ઉડેચા, ઇશ્ર્વરભાઈ પ્રજાપતિ, પ્રવિણભાઇ શાહ, મદનલાલ સોની, નવીનભાઈ એ.રતાણી, ભૂપતભાઇ આયા સહિત સૌએ કાર્યક્રમની પ્રેરણાદાયી સફળતા માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કર્યું હતું.

Related posts

*રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડીસાના કિશોરભાઈ મુલાણી*….

Hello Morbi

*HELLO MORBI:આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેસર્વ રોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૨૯ મે ૨૦૨૩ ના રોજ નાગરિકો ને મુલાકાત માટે મળી શકશે નહિ*

editor

Leave a Comment