• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડીયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરાઈ*

જોડિયા તાલુકા ની નેસડા પ્રા.શાળા માં વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરાય…………………
આજ રોજ શ્રી નેસડા પ્રા.શાળા માં શાળા નો વાર્ષિક મહોત્સવ અને શાળા સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત જામનગર ના ચેરમેન શ્રી લગધીરસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.અને તેમની સાથે સાથે સાધુ સંતો ના વરદ હસ્તે સૌ પ્રથમ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં બાળકો દવારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.અને ગત વાર્ષિક પરીક્ષાના તેજસ્વી તારલા ને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમના દાતા તરીકે ભીમજીભાઈ હરિભાઈ સોલંકી અનુદાન આપ્યું હતું.અને સાથે મનીષભાઈ ભીંડી દવારા પ્રોત્સાહન તરીકે ઈનામ આપવામાં આવ્યું હતું.અને શાળા માં 5000 થી ઉપર દાન આપનાર અને શાળા ના શિક્ષણ માં સહયોગ આપનાર દાતા ઓ નું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.બાળકો ની સુદામા કૃષ્ણ મિલાપ અને સીતા સ્વયંવર અકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.આ તકે ચેરમેનશ્રી એ માર્ગદર્શન આપ્યું હતું અને શાળા ના કોઈ પણ કામ માટે ગમે ત્યારે જણાવવા કયું હતું.વિશેષ રાજકોટ આશ્રમ માંથી વિવિધ સાધુ સંતો ના આશીર્વાદ પણ મળ્યા હતા.અને ગામલોકો નું કાર્યક્રમ માં અનુદાન મળ્યું હતું.કાર્યક્રમ માં બી.આર. સી.,શિક્ષક સંઘ ના હોદેદારો ,આચાર્યો,શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અને શાળા ને પ્રોત્સાહિત કર્યા હતા.આહીર સમાજ ના પ્રમુખ પન્નાલાલ સોલંકી, ભરતભાઇ ડાંગર ,સરપંચ રાજુભાઇ મકવાણા, અન્ય આગેવાનો,યુવાન કાર્યકર્તાઓ એ સહકાર આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમ નું સંચાલન શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારાએ કર્યું હતું.બધા સાથે મળી સમૂહ ભોજન કર્યું હતું……………
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા…………………..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વ્યાજવટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

*પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ સ્વ. વશુભા રાઠોડ ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા આગામી રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન* 

Hello Morbi

Leave a Comment