• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે મંગવાયેલ દારૂનો વધુ એક જથ્થો ઝડપી પાડયો*

 

મોરબી : તા ૨૫ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂની મહેફિલો બને તેને રોકવા તેનાત થયેલ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવાયેલ વધુ ૬૧ હજારના દારૂ સાથે મધુપુર નજીકથી ઇકો કાર સાથે એક શખ્સને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ૩૧ ડિસેમ્બરમાં દારૂની મહેફિલ ન થાય તે માટે એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઇ કે. જે.ચૌહાણ માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન હેડ કોન્સગેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબપ વિક્રમભાઇ કુગશીયાને મળેલ બાતમીને આધારે મધુપુર ગામેથી એક ઇકો ગાડી નંબર GJ-01-KF-1949 વાળીમાં જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૧૪૯ કિ.રૂ. ૬૧,૫૩૦ સહિત કુલ મળી રૂ.૧,૬૭,૦૩૦ના મુદામાલ સાથે મેશભાઇ પોપટભાઇ વાઘાણી, રહે. જસદણ, હરીકૃષ્ણ પાર્ક ઓમકાર સ્કુલની પાછળ આટકોટ બાયપાસ તા ભાવનગર ગારીયાધાર વાળાને ઝડપી લીધો હતો

વધુમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચે આરોપીના કબ્જામાંથી ગ્રીન લેબલ વ્હીસ્કીની બોટલ નંગ-54 કિ.રૂ. 18,360, સિગ્નેચર વ્હીસ્કીની બોટલ નંગ-24 કિ.રૂ.19,680, બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બોટલ નંગ-12 કિ.રૂ. 10,200, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ નંગ-12 કિ.રૂ. 6240 અને 8 PM વ્હીસ્કીની બોટલ નંગ-47 કિ.રૂ. 7050 મળી કુલ રૂ. 61,530 તેમજ ઇકો કારના નંબર GJ-01-KF-1949 કિ.રૂ. 1લાખ તેમજ મોબાઇલ નંગ-2 કિ.રૂ.૫૫૦૦ સહીત કુલ.કિ.રૂ. ૧,૬૭,૦૩૦નો મુદામાલ કબ્જે કરેલ હતો. બીજી તરફ આરોપી ગોપાલ ગોરધનભાઇ કોળી રહે. મધુપુર તા.મોરબી વાળો ફરાર થઇ જતા પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*HELLO MORBI NEWS: ખોખરા હનુમાન હરિહરધામ મુકામે પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીજીના પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ આજરોજ ભજનની રમઝટ બોલાવવા કિર્તીદાન ગઢવી આવી રહ્યાંછે*

editor

*મોરબી કેનાલ રોડ પર અવની ચોકડી પાસે પાણીનો કોઈ પણ નિકાલ નથી*કે ડી પડસુંબીયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબીની એલ. ઈ. કોલેજ દ્વારા ‘૨૦ મી’ એ* *કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે*

editor

Leave a Comment