• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં શબરીસ્વરૂપા તુલસીબેનના નિવાસસ્થાને જલારામબાપાનાં થયાં ભજન*

ડીસામાં શબરીસ્વરૂપા તુલસીબેનના નિવાસસ્થાને જલારામબાપાનાં થયાં ભજન
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 365 મા ગુરૂવારે શબરીસ્વરૂપા માતુશ્રી તુલસીબેન રામપ્રસાદભાઈ ઠક્કરના નિવાસસ્થાને પૂજ્ય જલારામબાપાના ભજનમાં માનવમહેરામણ ઉમટ્યું હતું.સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત રહેલ જલારામ ભક્તોએ ભજનનો નિજાનંદ માણ્યો હતો.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 80000 એંસી હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.
માતુશ્રી તુલસીબેન ઘણા સમયથી પૂજ્ય જલારામબાપા ભજન સ્વરૂપે એમના નિવાસસ્થાને પધારે તેની શબરીમૈયાની જેમ રાહ જોતાં હતાં.તેમનુ આ સ્વપ્ન પૂર્ણ થતાં તેમણે શબરીમૈયાનો વેશ ધારણ કરી પોતાની નૃત્ય અભિવ્યક્તિ રજૂ કરી હતી.આગામી ગુરૂવારના ભજન માટે ભરતભાઈ લાલચંદજી અગ્રવાલે ભજન માટે એમના નિવાસસ્થાને પધારવા સૌને આમંત્રણ આપ્યું હતું.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જલારામ ભક્તોનું માતુશ્રી તુલસીબેન રામપ્રસાદભાઈ ઠક્કર પરિવારે પુષ્પવર્ષા કરી સૌનું અભૂતપૂર્વ સન્માન કર્યું હતું તેમજ તેમના પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:બાપા સીતારામ મિત્રમંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી*

editor

*પ્રાચી તીર્થ થી જાણીતા ઘંટીયા ગામ માં ગંદકીના અને કચરાના ગંજ અનેક રજૂઆતો છતાં તંત્રનું ભેદી મૌન*

Hello Morbi

*જોડિયા સાંઈ વિધિયાલય વિધિયાર્થીઓ ને વેક્સિન આપવાનો પ્રારંભ કરાવતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

Hello Morbi

Leave a Comment