• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી ટાઈલ્સ હલકી ગુણવંતાની કહેનાર વિવેક બિંદ્રા સામે મોરબી સિરામિક ઉદ્યોગકારો લાલઘુમ કાનૂની લડત સુધી ની તૈયારીઓ*

મોરબી તા ૧૨ તાજેતરમાં જ મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ સોશ્યલ મીડિયામાં કરેલી વાયરલ પોસ્ટથી વિવાદ સર્જાયો છે જેમાં તેઓએ મોરબીની હલકી ટાઈલ્સ એવો શબ્દ નો પ્રયોગ કરતા જોવા મળીયો છે જેનો આક્રોશ સાથે મોરબી સિરામિક એસો દ્વારા વિરોધ નોંધાવી પોસ્ટ તુરંત હટાવવા બુલંદ માંગ કરવામાં આવી છે અને કાયદાકીય રીતે એક્શન લેવાની પણ એસોસિએશન દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે

મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેઓ જણાવે છે કે બિલ્ડર સેમ્પલ ફ્લેટ તૈયાર કરે તેમાં ઈટાલીયન મારબલ બતાવે છે અને જયારે વેપાર વેચાણ માટેના ફ્લેટમાં મોરબીની હલકી ટાઈલ્સ લગાવે છે જેવા શબ્દો થી મોરબી સિરામિક એસોસિએશન માં આક્રોશ જોવા મળ્યો છે અને સિરામિક એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા જણાવ્યું છે કે મોરબીમાં કેટલી અને કેવી ટાઈલ્સ બને છે તેની ક્વોલીટી કેવી છે તેની વિવેક બિન્દ્રાએ માહિતી મેળવવી જોઈએ આજે મોરબીની ટાઈલ્સ 180 દેશમાં એક્સપોર્ટ થાય છે અને ભારતનું 95 ટકા ટાઈલ્સ ઉત્પાદન મોરબીમાં થાય છે મોરબીમાં ઇટાલિયન મારબલ જેવી તમામ ટાઈલ્સ બને છે જેથી તેઓએ થોડો અભ્યાસ કરવો જોઈએ

વધુમાં જણાવ્યું છે કે આ 180 દેશમાં મોરબીથી 16 હજાર કરોડનું એક્સપોર્ટ કરવામાં આવે છે વિવેક બિન્દ્રાએ અગાઉ પણ આવી પોસ્ટ કરી છે તેઓએ અભ્યાસ કરી લેવો જોઈએ અને આ પોસ્ટ તુરંત ડીલીટ કરવા માંગ કરવામાં આવી છે તેમજ એસોસીએશન તરફથી લીગલ એક્શન લેવાની પણ તૈયારી બતાવી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આવતી કાલે મેગા ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પઆ પુષ્ય નક્ષત્ર નિમિતે એટલે કે તારીખ𝟐𝟒/𝟎𝟒/𝟐𝟎𝟐𝟔 ને શુક્રવારે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

*મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાએ MCMC સેન્ટરની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું*

Hello Morbi

*HELLO MORBI: ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા ખાતે પાંચ- દિવસ સુધી દિવ્યાંગજનો માટે આજીવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment