• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગરપાસે આવેલ રામધન આશ્રમ ખાતે ૧૨માં સમુહલગ્ન યોજાયા*

 

તા૧૨-૨-૨૦૨૩

*મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગરપાસે આવેલ રામધન આશ્રમ ખાતે ૧૨માં સમુહલગ્ન નું આયોજન
કરવામાં આવ્યું*

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા  મોરબી ના  સામાકાંઠે મહેન્દ્રનગર
પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ૧૨માં સમુહલગ્ન નું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગ થી આયોજન કન્યાઓ ને કરીયાવર માં સોના ચાંદી આભૂષણો સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી અને ૧૦ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા હતા

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ગોસ્વામી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની આગેવાની માં ગોસ્વામી સમાજ ના ૧૨માં સમૂહલગ્ન નું આયોજન તા આજરોજ મોરબી ના  સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન નું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગ થી કરવામાં આવેલ છે. આ સમૂહલગ્ન માં દીકરીઓ ને કરીયાવર માં સોના ચાંદી ના આભૂષણો થી લઈ જીવનજરૂરીઆત ની કિંમતી ૮૦ ચીજવસ્તુઓ ની ભેટ આપવામાં આવી.આ સમૂહલગ્ન માં ૧૦ યુગલો પ્રભુતામાં પગલાં પાડયાં હતાં જેને આશીર્વાદ આપવા આવેલા આમંત્રિત મહેમાન રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ ના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી ગોસ્વામી સમાજ સમાજ ના આગેવાનો તથા મહેન્દ્ર નગર ના ભાવેશ્વરી માતાજી તથા મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ ને નવી દિશા મળે તે માટે
આ સમય મોંધવારી માં વધુ ને વધુ સમૂહલગ્ન જોડાવ તેવી આશા છે આ તકે મોરબી ના પ્રત્રકાર સુરેશ ભાઈ ગોસ્વામી તથા અલ્પેશભાઈ ગોસ્વામી તથા અશોકભાઇ ખરચરીયા તથા હિમાંશુ ભાઈ ભટ્ટ તથા મોરબી ના પ્રત્રકાર નુ સન્માન કરવામાં આવ્યું હતું
સમૂહલગ્ન ને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી,ડો જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી,સહિત કાર્યકરો ભારે જહેમત ઉઠાવી

Related posts

*ટેંટોડા ગૌશાળાને લમ્પી સારવાર માટે ડીસાના મહેન્દ્રભાઈ પટેલ દ્રારા rરૂપિયા 1,11.111 નો ચેક અર્પણ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI:@Yuvamanthan_org ના સહયોગથી #Y20 યુવામંથન મોડલ G20 નું આયોજન ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CBSE, મોરબી, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું*

editor

Leave a Comment