• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે રાપર મહંત પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપુનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

ડીસા જલારામ મંદિરે રાપર મહંત પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપુનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન
શ્રી રામનવમીના અતિ પવિત્ર દિવસે રાપર ખીમસાહેબની જગ્યાથી ડીસા ખાતે પધારેલ મહંત પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપુ જલારામ મંદિરે પધારતાં તેમનું ફૂલહાર,સાલ,જલારામ દર્શન ગ્રંથ,મોમેન્ટો તેમજ ભેટપૂજાથી ખૂબ ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે શ્રી રામ-જલારામ ભકતો તેમજ ગૌસેવકો સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ,શારદાબેન આચાર્ય,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,વેરસીભાઈ પ્રજાપતિ,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર,નટુભાઈ આચાર્ય,તારાચંદભાઈ મજેઠીયા,મુકેશભાઈ આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોક્સી,શંકરલાલ હાલાણી,ચંદુભાઈ એટીડી,ભાવેશભાઈ પોપટ,મનુભાઈ રતાણી,અમરતમામા,પ્રકાશભાઈ આર.ઠકકર,દિનેશભાઈ કવિરાજ,કાંતિભાઈ માળી,આર.ડી.ઠકકર,પિયુષભાઈ અખાણી,ઈશ્ર્વરભાઈ રાવળ,દિનેશભાઈ ચોક્સી,કમલેશભાઈ રાચ્છ સહિત અનેક અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી પૂજ્ય ત્રિકાલદાસ બાપુને ભાવપૂર્વક આવકારી સન્માનિત કર્યા હતા.
પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપુએ જલારામ મંદિરે દર્શન કરી સૌને આશીર્વાદ આપ્યા હતા.તેમણે જલારામ ભોજનાલયની મુલાકાત લઈ મંદિરની તમામ સેવાકીય પ્રવૃતિઓ નિહાળી રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: દશનામ ગોસ્વામી સમાજવાડી લીલાપરરોડ ખાતે જ્ઞાતિના તેજસ્વી તારલા ઓનું સન્માન કરાશે*

editor

*અવસર છે લોકશાહીનો ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨*

Hello Morbi

*HELLO MORBI NEWS:351 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

Leave a Comment