
શ્રી રામનવમીના પવિત્ર દિવસે ડીસાના વાલ્મીકી સમાજે જલારામ મંદિર ખાતે આરતીનો લાભ લઈ સમરસતા પર્વની કરી ઉજવણી
ડીસા જલારામ મંદિર ખાતે સનાતન હિંદુ ધર્મના સર્વ સમાજ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓનું અદકેરૂં સન્માન કરવામાં આવે છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણા અને સહકારથી રામનવમીના પરમ પવિત્ર દિવસે ડીસા વાલ્મીકી સમાજ,દલીત સમાજ,દેવીપૂજક સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોઓ સામૂહિક આરતી ઉતારી સમરસતા પર્વની ગૌરવભેર ઉજવણી કરી હતી.આ પવિત્ર દિવસે શ્રી રામ જન્મોત્સવ,મહાઆરતી બાદ સૌએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો.
આ પ્રેરણાદાયી અવસરે ચેતનભાઇ વાલ્મીકી,હિતેશભાઈ જાદવ,રાજુભાઈ ડાભી,મનુભાઈ મકવાણા,જીતુભાઈ પરમાર,રાજુભાઈ પરમાર,ચંપકભાઈ મોચી,વિજયભાઈ ગાંધી,મહેશભાઈ ઓડ તેમજ સંઘ પરિવારના જિલ્લા કાર્યવાહક લાલુભાઈ દેસાઈ,જિલ્લા સમરસતા સંયોજક ભાવેશભાઈ ત્રિવેદી,સહસંયોજક મનોજભાઈ બારોટ,નગર સંયોજક વિજયભાઈ સોની સહિત સૌએ ખાસ હાજર રહી રાષ્ટ્રીય એકતા-મજબૂતાઈ માટે સમરસતા પર્વની ઉજવણી કરી હતી.
આ દિવ્ય અવસરે જલારામ ભકતો સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ,શારદાબેન આચાર્ય,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,દીલીપભાઈ વકીલ,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોકસી,બળદેવભાઈ રાયકા,ગફુલભાઈ દેસાઈ,આર.ડી.ઠકકર,દેવચંદભાઈ એન.ઠકકર,નટુભાઈ પટેલ,દયારામભાઈ આર.ઠકકર સહિત સૌએ વિવિધ સમાજના આગેવાનોને જલારામ મંદિર ડીસા ખાતે મીઠો આવકાર આપી સ્નેહપૂર્વક આરતી તેમજ ભોજન પ્રસાદમાં સામેલ કરતાં સમગ્ર વાતાવરણ હિંદુ એકતામય બન્યું હતું.રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતા માટે સમરસતા ખૂબ જ જરૂરી છે તેવો અહેસાસ સૌને થયો હતો.

