• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ* *જિલ્લા ખેતીવાડી* *અધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ* *૫ થી ૭ એપ્રિલ દરમિયાન જિલ્લામાં* *સંભવિત કમોસમી વરસાદની આગાહી*

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૫/૦૪/૨૦૨૩ થી ૭/૦૪/૨૦૨૩ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન અને ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ
આ માર્ગદર્શિકા અનુસાર કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:વર્ષ 2022 દરમિયાન ૬૬૯ જેટલા પીડીત મહિલાઓને મોરબી 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘટનાસ્થળ પર મદદ પહોચાડવામાં આવી હતી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:થેલો ખોવાયેલ છે જો કોઈને મળે તો નીચે આપેલ નંબર પર જાણ કરવા વિનંતી*

editor

Leave a Comment