• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભાવિન સેજપાલ દ્વારાશિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી*

ભાવિન સેજપાલ દ્વારાશિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી

મોરબી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમજ ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા “બોલતી બજાર” નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
શાળા સમય બાદ તેમજ વેકેશનના સમયમાં બાળકો રમતા રમતા શીખે તે હેતુથી ગીતાબેન દ્વારા ગામની બજારની દીવાલોમાં વિવિધ વિષયોના પાયાગત કન્ટેન્ટને આવરી લઈને પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ચારેય ભાષા માટે મૂલાક્ષરોથી લઈ તમામ પાયાગત વિષયવસ્તુ તેમજ ગણિત,પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનનું વિષયવસ્તુ બાળકો રમતા રમતા તેમજ હાલતા ચાલતા શીખે તે રીતે દીવાલો સજાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે સાપસીડી, લુડો, ચેસ, ઇસ્ટો વગેરે જેવી રમતો તેમજ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.
દીવાલોને ખખડાવતા જાણે સહજ રીતે બોલતી હોય તેવું લાગે તેવો પ્રયોગ ગીતાબેન દ્વારા કરવામાં આવ્યો છે.
હરહંમેશ આવી નાવીન્યપૂર્ણ કામગીરી કરતા ગીતાબેન દ્વારા કરાયેલ આ કામગીરીની તમામ લોકોએ પ્રશંસા કરી હતી.
શિક્ષક ધારે તો શું કરી શકે તે ખરેખર આજ ગીતાબેનના પ્રયોગ દ્વારા ચરિતાર્થ થતું જણાય છે.
બોલતી બજાર ના લોકાર્પણ સમયે ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બી.આર.સી.કો ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.કૌશિકભાઈ ઢેઢી, ગામના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી શાળાના આચાર્યશ્રી મગનલાલ ઉજરીયા, શિક્ષકશ્રી મહેશભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતાબેનના કાર્યને બિરદાવ્યું હતું.(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ના 𝟔 ટીબી દર્દી ને નવેમ્બર માસ ની પોષણ કીટ આપવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલ ખાતે આવતી કાલે મંગળવારે રૂ.૧૦ માં ગોઠણ તથા થાપાના સાંધાના દુખાવાની* *ઓપીડીએક્સ-રે અને* *બોન મિનરલ ડેન્સીટી નિઃશુલ્ક કરી આપવામાં આવશે*

editor

*વાકાનેર કોળી સમાજના યુવા આગેવાન સુખદેવ ડાભી ની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા માં નિમણૂક*

Hello Morbi

Leave a Comment