• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ ૩ ગોલ્ડમેડલ મેળવીને ઇતિહાસ રચ્યો*

*નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ ૩ ગોલ્ડમેડલ મેળવીને ઇતિહાસ રચ્યો*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૧૦/૦૩/૨૦૨૪ના રોજ પદવિદાન સમારંભમાં મહામહિમ કુલાધિપતિ રાજ્યપાલશ્રી દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને પ્રકુલ પાનેસરીયા તેમજ કુલપતિ શ્રીમતી નિલાબંરીબેન દવે અને યુનિવર્સિટીના પદાધિકારીઓની હાજરીમાં ઉજવાઇ ગયો.

આ પદવિદાન સમારંભમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા નવયુગ મહિલા સાયન્સ કોલેજની ૩ દિકરીઓએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો છે. આ વિશિષ્ટ સન્માન મોરબીની કોઈ કોલેજને આજ દિવસ સુધી પ્રાપ્ત થયું નથી.

પંડ્યા પ્રેક્ષાએ B.Sc (Mathematics) માં, આદ્રોજા માનસી B.Sc (Microbiology) માં અને વડાવિયા રાધિકાએ B.Sc (Botany) માં ગોલ્ડમેડલ હાંસીલ કર્યો છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોના સ્ટુડન્ટ્સ કરતા જે તે વિષયમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવાથી મળે છે. ત્રણેય સ્ટુડન્ટએ નવયુગની કાર્યપ્રણાલી, ગુરૂજનો, પી. ડી. કાંજીયા સાહેબ અને માતાપિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો.

આ અભુતપુર્વ સિધ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબએ ત્રણેય સ્ટુડન્ટ્સને બીરદાવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વાદ આપ્યા હતા.

Related posts

*HELLO MORBI: ઝૂલતાપુલ દુર્ઘટના ના દિવ્યાગંતો ના આત્મા ના મોક્ષાર્થે મોક્ષ યજ્ઞ નું આયોજન કરાયું*

editor

*જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા*

Hello Morbi

*હિન્દુ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર નવરાત્રી અને જશને ઇદે મિલાદુન્નબી*

Hello Morbi

Leave a Comment