• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:તમામ સમાજના આગેવાનો સાથે મળીને નિર્માણ કરીને સંચાલન સંભાળશે. રાજકોટમાં ‘બા’નું ઘર બનશે, આશરો લેનારને અભ્યાસ, તબીબી સારવાર, ગૃહ ઉધોગ, મનોરંજનની સુવિધા મળશે*

તારીખ : 12.05.2023
તમામ સમાજના આગેવાનો સાથે મળીને નિર્માણ કરીને સંચાલન સંભાળશે. રાજકોટમાં ‘બા’નું ઘર બનશે, આશરો લેનારને અભ્યાસ, તબીબી સારવાર, ગૃહ ઉધોગ, મનોરંજનની સુવિધા મળશે.”

* “બા” નું ઘર સંસ્થાને દાનની જરૂર છે, સજજનોને સંસ્થાની વિજિટ લેવા વિનંતી છે. *

રાજકોટ : ‘બા’નું ઘર સંસ્થામાં માનવતાના ધોરણે પ્રવેશ અપાશે, નિરાધારોને પગભર કરવા તાલીમ કેન્દ્ર ખોલાશે. અભ્યાસ, તબીબી સારવાર, આશરા માટે લોકોને હેરાન થતા જોઇને રાજકોટના પટેલ સમાજ સાથે તમામ સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને તેઓ “બા નું ઘર વૃદ્ધાશ્રમ” નું નિર્માણ કરશે. જેમાં આશરો, અભ્યાસ, મનોરંજનથી લઈને સારવારની સુવિધા મળશે. માનવતા એ પ્રવેશ માટેનો આધાર બનશે. તેમજ કોઈ પણ જરૂરિયાતમંદ હોય તેને ફ્રી પ્રવેશ આપવામાં આવશે. કુલ 6.5 વીઘા જમીનમાં “બા નું ઘર વૃદ્ધાશ્રમ” બનશે. જેમાં બેરોજગારોને પગભર બનવા માટેની તાલીમ પણ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના મુકેશભાઇ મેરજાએ જણાવ્યા મુજબ અનેક એવા નિરાધાર લોકો છે કે, જેને આશરા માટે હેરાન થવું પડે છે. તેમજ નોકરી કે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીનીઓ કે નોકરિયાત મહિલાઓને હોસ્ટેલ અથવા તો રૂમ ભાડે રાખીને એકલા રહેવું પડે છે. તેમજ નિઃસહાય લોકોને તબીબી સારવાર માટે હેરાન થવું પડે છે. એવા અનેક કિસ્સાઓ ધ્યાને આવ્યા જેથી સમસ્ત સમાજના આગેવાનોએ તમામ સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આવી મુશ્કેલીઓના નિરાકરણ માટે “બા નું ઘર વૃદ્ધાશ્રમ” બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દરેક સમાજના લોકોને કોઈ પણ મુશ્કેલીઓના નિવારણ માટે ફ્રી પ્રવેશ આપવામાં આવશે. જો કોઇ પરીક્ષાર્થી આવશે તો તેને પરીક્ષા માટે પણ આશરો મળશે. અને જો કોઈ નિરાધાર હશે તો તેને જ્યાં સુધી તેના વાલી વારસદાર ન મળે અથવા તો આજીવન રહેવું હોય તો પણ “બા નું ઘર વૃદ્ધાશ્રમ” માં સુવિધા મળી રહેશે. આ ઉપરાંત બહેનો પગભર બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ માટે ખાસ રોજગાર વિભાગ શરુ કરવામાં આવશે. જો કે કામ આપતા પહેલા તેની પાસે કેવા પ્રકારની આવડત છે તે જાણવામાં આવશે. ત્યારબાદ જે તે ક્ષેત્રના તજજ્ઞો આમને તાલીમ આપશે. અહી આવનાર તમામનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. “બા નું ઘર વૃદ્ધાશ્રમ” છે તેમાં એક વિભાગ સમાધાન પંચ, મેરેજબ્યુરો અને હોસ્પિટલ પણ કાર્યરત રહેશે. જે પારિવારિક, આર્થિક સામાજિક સમસ્યાનો ભોગ બનીને આશરો લેવા આવશે તો તેનું પહેલા કાઉન્સેલિંગ કરાશે અને ત્યાર બાદ જરૂરી .તમામ મદદ કરશે, સંસ્થા બહાર રહેતા લૂકો માટે પણ આરોગ્ય સેવા, સૈક્ષણિક સેવાઓ, આત્મહત્યા નિવારણ સેવા, હોસ્પિટલ જેવી ઈમરજન્સી માટે તાત્કાલિક નાની લોન, બાળકો માટે ફ્રી વિટામિન એ ડ્રોપ, મહિલાઓને પિન્ક રીક્ષા, કુદરતી આફતોમાં અને તહેવારોમાં ફ્રી રસોડા, એમ્બ્યુલન્સ સેવા, આરો ફિલ્ટર સેવા, કુતરાઓને રોટલા, રાહતદારે વિતરણ કેન્દ્ર, તબીબી સાધનો અને ઑક્સીજન સેવા જેવા અનેક સેવા કાર્યો હાલ આ સંસ્થા ખાતે ચાલી રહ્યા છે. જેમાં સંસ્થાના મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, નાથાભાઈ કાલરિયા, વિભાબેન પટેલ, પ્રદીપભાઈ રાવલ, વગેરે સેવાઓ આપી રહ્યા છે. સમાજના સેવાભાવી લોકોને જોડાવા અપીલ કરેલ છે. હાલ સંસ્થા ભાડાના મકાનમાં છાલે છે : “બા નું ઘર વૃદ્ધાશ્રમ”, રૂડાનગર-૨, શેરી નં.૧, પ્લોટ નં.૬૧, રાજકોટ-5, અહી કોઇપણ જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર જરૂરીયાતમંદ નિરાધર અને નિ:સહાયને ફી લીધા વગર વિનામૂલ્યે આશ્રય કોઇપણ ઉંમરની વ્યકિતને આપવામાં આવે છે. આ મેસેજ જરૂરીયાતમંદ સુધી પહોંચાડો અને આંગળી ચીંધી પુણ્ય કમાવો. ‘બાનું ઘર વૃધ્ધાશ્રમ’નું નવનિર્મિત સેવા સંકુલ પ્લાન : વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સંસ્થા એક મોટું આશ્રય સ્થાન જેમાં ૫૦૦થી વધારે વડીલૉ અને જરૂરીયાતમંદ વ્યકિતઓ રહી શકે તેવું બિલ્ડીંગ બનાવી છીએ. જેમાં બહુ મોટા દાનની રકમની જરૂર છે. તો આપ સર્વે ફ્લ નહીં તો ક્લની પાંખડી આપી આ સેવાકાર્યના કામમાં જોડાઇ કોઇના સ્મિતનું કારણ બની શકો છો. આપનું દાન આવકવેરામાં કરમુક્ત છે. અને CSR ફંડ સ્વીકારવામાં આવે છે. વધુ માહિતી માટે મુકેરાભાઈ મેરજા ૯૪૨૬૭૩૭૨૭૩, કે ગીતાબેન પટેલ ૯૪૨૯૧૬૬૭૬૬ નો સંપર્ક કરવો, ઑ. ૩, ગંમા જમુના સરસ્વતિ ટાવર, એકતા પ્રકાશન બાજુમાં યુનિ. રોડ, રાજકોટ

Related posts

*HELLO MORBI: ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ૯ ઓક્ટોબરે મોરબીમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો પ્રારંભ કરાવશે*

editor

*HELLO MORBI NEWS:મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય આપવામાં આવ્યો*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા જિલ્લા લેવલે N.G.Oના કાર્યક્ર્મ માં ચાય.પે. ચર્ચા સાથે મિટિંગ યોજાઇ*

editor

Leave a Comment