• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અણીયારી ટોલનાકા પાસેથી ટોમેટો સોસની આડમાં સંતાડેલ વિદેશીદારૂ/બીયરના જંગીજથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

અણીયારી ટોલનાકા પાસેથી ટોમેટો સોસની આડમાં સંતાડેલ વિદેશીદારૂ/બીયરના જંગી
જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી,
તા.૧૭/૦૫/૨૦૨૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લાનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી. જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન ASI રામભાઇ મઢ HC નિરવભાઇ મકવાણા, ભરતસિંહ ડાભી તથા PC ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક અશોક લેલન કંપનીની ટ્રક નંબર-RJ-19-GA-3838 વાળી માળીયા મિ. તરફ જનાર છે. જે ટ્રકમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી નીચે જણાવેલ ઇંગ્લીશ દારૂ/બીયર નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી આવતા એક ઇસમને પકડી પાડી માળીયા મિ. પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ૧.હનુવંત સ/ઓ ખનગારારામ ઢોકળારારામ બીનોઇ ઉ.વ. ૩૦ રહે. રોહીલા પૂર્વ તા.ગુડામાલાણી
જી.બાડમેર (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીનુ નામ સરનામુ
૧ ઓમપ્રકાશ કેશારામ બિશ્નોઇ રહે. રોહીલા પૂર્વ કાવા કી ભેરી તા.ગુડામાલાણી જી.બાડમેર
(રાજસ્થાન)
કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) ઓફીસર ચોઇસ પ્રાઇમ વ્હીસ્કીની બોટલો નંગ-૫૭૬૦ કિ.રૂ. ૧૭,૨૮,૦૦૦/-
(૨) જીન્સબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-૩૪૮૦ કિ.રૂ.૩,૪૮,૦૦૦/-
(3) HEMz Continetal Sauce લખેલ ટોમેટો સોસની કુલ બોટલો નંગ-૩૪૨૦ કિ.રૂ.૨,૯૫,૮૦૦/-
(૪) ટ્રક નંબર-RJ-19-GA-3838 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૫) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૩,૭૬,૮૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે જે ચૌહાણ, શ્રી એન.એચ. ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાંl

Related posts

GOLD RATE TODAY: આજે ફરી ઘડ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માંતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે*

editor

*HELLO MORBI:વાંકાનેર:કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ તરીકે નિયુક્તિ બદલ પ્રદેશ નેતાઓ દ્વારા સન્માનિત કરાયા*

editor

Leave a Comment