• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં શેરીમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટતેમજ ટ્રેકશૂટનું વિતરણ કરાયું*

મોરબીમાં જિલ્લા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કલેકટરશ્રી જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને શેરીમાં રહેતા ૩૦ બાળકોને શૈક્ષણિક કીટ, ટ્રેકશૂટ તેમજ ૧૪ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો અપાયા હતા. આ પ્રસંગે કલેકટરશ્રી જી. ટી. પંડયાએ જણાવ્યું હતું કે શેરીમાં રહેતા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેમજ ભણવા માટે જરૂરી સાધનો મળી રહે અને આવા બાળકોના પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખુબજ પ્રયત્નશીલ રહે છે. શેરીમાં રહેતા પરિવારોમાં વ્યક્તિની લાયકાત પ્રમાણે સ્વરોજગાર આપવા માટે વહીવટી તંત્ર હમેશા સાથ આપી રહ્યું છે. અધિકારીશ્રીઓએ બાળક તેમજ તેમના પરિવારો સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પરિવારોને પડતી મુશ્કેલી અને તેના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી.
સર્વે અંતર્ગત બાળ સ્વરાજ પોર્ટલ પર મોરબી જિલ્લાના ૦ થી ૧૮ વર્ષના ૩૧ બાળકો નોંધાયેલા હતા જેમાં ૧ બાળકનું રાજકોટ જિલ્લામાં સ્થળાંતર થયેલ છે.
આવ્યા હતા. ૩૦ બાળકોને શૈક્ષણિક કીટમાં સ્કૂલબેગ, લંચ બોક્સ, વોટર બોટલ, કંપાસ બોક્સ તેમજ ટ્રેક શૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડી.સી. પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશિયા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી ડી.એમ. સાવલીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી કે.વી. કાતરીયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નીલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પી.વી. અંબારીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વૈશાલીબેન જોશી, સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ લાભાર્થી પરિવારો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારામહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ*

editor

*HELLO MORBI NEWS:પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતી માં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર*

editor

*મોરબી ના વાંકાનેર ની રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વિશ્વા કુબાવત જવાહર નવોદયની પરીક્ષામાં ઉતીર્ણ* 

Hello Morbi

Leave a Comment