• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સંભવિત વરસાદને ધ્યાને લઈ જિલ્લા બાગાયત* *નિયામકશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૭/૦૬/૨૦૨૩ થી ૧૧/૦૬/૨૦૨૩ સુધી જિલ્લામાં વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ માર્ગદર્શિકા અનુસાર તૈયાર થયેલા બાગાયતી પાકો સલામત સ્થળે ખસેડવા નાયબ બાગાયત નિયામકશ્રીએ અનુરોધ કર્યો છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર તા. ૦૭/૦૬/૨૦૨૩ થી ૧૧/૦૬/૨૦૨૩ સુધી જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે ધ્યાને લેતા મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવા. કેળ, પપૈયા દાડમ તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી. બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે, આગાહી દરમિયાન કોઈ પણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફુગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવા જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI:હિંદુ હ્દય સમ્રાટ વાંકાનેર-67 ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજ દ્રારા જાલીડા રામધામ ખાતે થયું*

Hello Morbi

*HELLO MORBI:મુસ્લીમ એકતા મંચ ગુજરાત પ્રદેશ ના સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment