• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ “ ગેંગક્રમ ” નો ગુન્હોનોંધતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ “ ગેંગક્રમ ” નો ગુન્હો
નોંધતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૧૭/૦૪/૨૦૧૧-
શ્રી, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક મોરબી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓએ જીલ્લામાં બનતા ધરફોડ ચોરી, વાહન ચોરી, લૂંટ, ધાડ સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તેમજ આવા ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી, અસરકારક કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી ડી.એમ.હોલ નાઓને સુચના તથા માર્ગદર્શન આપેલ,
જે અન્વયે એલ.સી.બી, પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ નાઓ દ્વારા મોરબી જીલ્લામાં ચોરીઓને અંજામ આપનાર ઇસમો વિરુધ્ધ જરૂરી વર્ક આઉટ કરી, ચોરીઓને અંજામ આપનાર ઇસમોની ગુનાહીત ભુમિકા ઇ-ગુજકોપ ના ડેટામાં સર્ચ કરવામાં આવેલ. જેમાં નીચે મુજબના રીઢા વાહન ચોરીના ટોળકીના સાગરીતો અગાઉ મોરબી સિટી એ ડિવી પી.સ્ટે. ખાતેથી મોપેડા મોટર સાયકલોની ચોરીમાં સંડોવાયેલ હોવાનું જણાયેલ હતું.
વાહન ચોરીઓના ગુન્હાને અંજામ આપનાર ચોર ટોળકીના સાગરીતો (૧) બલુભાઇ દેવજીભાઇ વારૈયા / દેવીપૂજક ઉ.વ.૪૦ રહે, ભાવનગરરોડ, દુધસાગરરોડ, દૂધની ડેરીની પાછળ,
મફતીયાપરા, રાજકોટ, ( ટોળકીનો લીડર ) (૨) ડાયાભાઇ અમરશીભાઇ વડેચા દેવીપૂજક ઉ.વ. ૪૫ રહે. આદીપુર, અંજારરોડ, કેનાલની બાજુમાં, શનિદેવ ભરડીયા સામે, ઝુપડપટ્ટીમાં તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ
(૩) દેવજીભાઇ રમેશભાઇ દેવીપુજક ઉ.વ.૨૧ રહે. આદીપુર, ગોંડલ સોસાયટીની બાજુમાં, ભકિતનગર, મહેંદી
ફળીયા, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ
(૪) રમેશભાઇ ચતુરભાઇ પટણી દેવીપુજક ઉ.વ ૩૫ રહે. લીલાશાકુટીયાની પાછળ, ઇસ્કોન મંદિર પાસે, આદિપુર
જિ. ગાંધીધામ (પૂર્વક છ)
ઉપરોકત રીક્ષાચોર ટોળી દ્વારા આવેરેલ ગુનાની વિગત :-
(૧) મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૭૦૯ ૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૨) મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.રન ૭૨૦૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૩) મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.રન ૭૪૦૮૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૪) મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. એ. પાર્ટ ગુ.રાન, ૭૪૩૮૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ કરવમાં
આમ ઉપરોકત ચારેય ગુનાના કામે કુલ મોપેડ નંગ-૦૭ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર
આવેલ છે.
વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ઇસમોની ગુનાહિત ભુમિકા ઇ-ગુજકોપ ડેટા સર્ચ કરી, આરોપીઓ તમામ સાગરીતોએ એકબીજા સાથે મળી પ્રિ- પ્લાનીંગ કરી પોતાના આર્થિક ફાયદા માટે બનાવ સ્થળોની રેકી કરી અલગ અલગ તારીખ સમયે તમામ સાથે રહી વાહન (મોપેડ) ચોરીઓનાં ગુના આચરતા હોય જે ચોર ટોળકીના આરોપીઓના ગુનાહીત ઇતિહાસ મેળવી આ ચોર ટોળકીના સભ્યોની ગુનાહીત પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે ગેંગના સભ્યો વિરુધ્ધ એલ.સી.બી., મોરબી દ્વારા ” ગેંગકેસ ” મોરબી સિટી એ ડિવી, પો.સ્ટે.માં રજી, કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે,જે.ચૌહાણ, શ્રી એન.એચ.યુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:મોરબીનાં ઘુંટુ ગામે નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત*

editor

*બાળ રોજે દાર અમદાવાદના ફકીર સમાજના સામાજિક કાર્યકર રફિકભાઈ ના માસૂમ બાળકોએ પવિત્ર રમજાન માસ નિમિત્તે માસૂમ બાળકો રજા રાખીને ખુદાની બંદગી કરી*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:મહાનગરપાલિકાદ્વારા સખી મંડળોને બેંક મારફત લોન સહાય*

editor

Leave a Comment