• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ:ક્વોન્ટમ યુગ શરૂ થાય છે સંભાવના અને પડકારો વિષય પરજિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર ૨૦૨૫ યોજાયો*

ધ્રોલ:તા૩ (*શરદ રાવલ હડીયાણા દ્વારા*)ક્વોન્ટમ યુગ શરૂ થાય છે: સંભાવના અને પડકારો વિષય પર
જિલ્લાકક્ષાનો “નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૫ યોજાયો”
જિલ્લાના ૬૦જેટલી શાળાના ૬૦ જેટલા સ્પર્ધકો સામેલ થયા.
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી જામનગર અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી જામનગર ના સંયુક્ત ઉપક્રમે આ વર્ષના મુખ્ય વિષય : “ક્વોન્ટમ યુગ શરૂ થાય છે: સંભાવના અને પડકારો” પર જિલ્લાકક્ષાના “નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૫”નું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા, નિર્ણાયકશ્રી તરીકે પધારેલ બહાઉદિન સાયન્સ કોલેજ ના પ્રોફેસર ડો વાછાણીસર અને ડી કે વી સાયન્સ કોલેજ જામનગર પ્રો ચિરાગભાઈ રાજાઇ દ્વારા દિપપ્રાગટ્યથી કરવામાં આવેલ. કાર્યક્રમમાં 60 જેટલી શાળાના 60 જેટલા સ્પર્ધકો સામેલ થયા હતા. બાળકોએ મુખ્ય વિષય આધારિત ચાર્ટસ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ક્વોન્ટમ યુગ શરૂ થાય છે: સંભાવના અને પડકારો પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તમામ બાળકોનાં વિષય અનુરૂપ જ્ઞાનની ચકાસણી માટે એક ૨૦ પ્રશ્નોની લેખિત પરિક્ષાનુ આયોજન પણ કરવામાં આવેલ. તમામ પ્રેઝન્ટેશનને અંતે નિર્ણાયકો દ્વારા બાળકોને પ્રેજંટેશન આધારે મોખિક પ્રશ્નો પૂછવામાં આવેલ. શ્રેષ્ઠ બે બાળકોને રાજયકક્ષા માટે પસંદ કરવામાં આવેલ. જેમાં પ્રથમ નંબર પર અકબરી ધ્યેય -શ્રી કે.ડી.અંબાણી-મોટી ખાવડી શાળાનાં અને બીજા નંબર પર -સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ , જામનગર અને ત્રીજા નંબર પર ટાંક દીપ -બ્રિલિયન્ટ સ્કૂલ જામનગર રહેલ. જિલ્લાના પ્રથમ ત્રણને શિલ્ડ તેમજ સામેલ થનાર તમામ સ્પર્ધકો અને એસ્કોર્ટ ટીચરને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કેન્દ્ર ના સંજય પંડયા એ કરેલ . સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા અને સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મેહતા એ કાર્યક્રમ ની સફળતા અંગે શુભેચ્છા પાઠવેલ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે વિવિધ સંસ્થાઓનું કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

*HELLO MORBI: મીલેટ પ્રોસેસીંગ યુનીટની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે*

editor

*મોરબી ના મોન્ટુભાઈ બગથરીયા નો જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

Leave a Comment