• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજરોજ બિપરજોય વાવાઝોડા અંતર્ગત નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા તેમજ તાલુકાના તમામ કંટ્રોલરૂમના નંબરની સાથે કોમન મોબાઈલ રાખી મોબાઈલ નંબર જારી કરવા સૂચના આપી હતી. આજ સાંજ સુધીમાં ફરજિયાત પણે રણમાંથી અગરિયાઓને તેમજ પોર્ટ પરના સ્ટાફને શિફ્ટિંગ કરવા જણાવ્યું હતું અને નવલખી પોર્ટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પણ પાર્ટ ઓફિસરને સૂચના આપી હતી. નાગરિકો માટે કંટ્રોલરૂમ નંબરની સાથે પોલીસ કંટ્રોલ રૂમના નંબર પણ અલગથી જારી કરવા જણાવ્યું હતું.
પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી તેમણે હજી ટીમો અને ટીમની અંદર માણસો વધારવા જણાવ્યું હતું. હાલ વાવાઝોડાની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કોઈપણ કામગીરી માટે મંજૂરી નથી કે ટેન્ડર નથી તેવી બાબતો ધ્યાને ન લેવા જણાવી તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ કામગીરી અટકવી ન જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર તેમજ સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવશે. ઉપરાંત બસો અને અન્ય વાહનો રિઝર્વ રાખવા એ.આર.ટી.ઓ.ને પણ સૂચના આપી હતી.
પાંચ કિલોમીટરના દાયરામાં આવેલા ગામોની સંખ્યા, ઉભા કરાયેલા આશ્રયસ્થાનો, સ્ટેન્ડ બાય રાખેલી બોટ તેમજ અન્ય બચાવ કામગીરીના સાધનો, સેવાભાવી સંસ્થાઓ તેમજ એસોસિએશન, જિલ્લામાં આવી ગયેલી
પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય. વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. સિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ તથા ઈશિતાબેન મેર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડી.સી. પરમાર, એ.આર.ટી.ઓ.શ્રી રોહિત પ્રજાપતિ સહિત જિલ્લાના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નો આજે જન્મદિવસ*

editor

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તાઉતે વાવાઝોડના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે* 

Hello Morbi

*મોરબી શહેરમાં સ્વતંત્ર પર્વ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ની નવા બસ સ્ટેન્ડ થી મૂર્તિ ગાયબ.મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment