• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત* *સાંસદ યોગ સ્પર્ધા યોજાશેસ્પર્ધકો ૧૪ જૂન સુધી ફોર્મ ભરી શકશે*

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજય દ્વારા યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ સ્પર્ધા ભાઈઓ-બહેનો માટે યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ઓમ શાંતિ પ્રિ સ્કૂલ ની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી કચેરીએ જમા કરાવવાના રહેશે.

આ સ્પર્ધામાં ‘એ’ ગ્રુપમાં ૯ થી ૧૯ વર્ષ વય જુથના, ’બી’ ગૃપમાં ૨૦થી ૩૫ વર્ષના, ‘સી’ ગૃપમાં ૩૬ થી ૬૦ વર્ષના અને ‘ડી’ ગૃપમા ૬૦ વર્ષથી વધુના વયના તમામ ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર -(૧) ૭૪૦૫૨૫૮૫૧૩ (૨) ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

*દુઃખદ અવસાન નોંધ મોરબી આમરણ વાળા*

Hello Morbi

*ઉના તાલુકાના ગામોને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું*

Hello Morbi

*જામનગરમાં એ સી બી એ લાંચ લેતા નાયબ મામલતદારને ઝડપી પાડયા*

Hello Morbi

Leave a Comment