• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં સાતેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી તાલુકા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં સાતેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૧૪/૦૬/૨૦૨૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓશ્રીએ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ.વિક્રમસિંહ બોરાણા, પો.હેડ કોન્સ જયવંતસિંહ ગોહીલ, તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી ફ. ગુ.ર.નં.૬૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી આદુરામ સ./ઓ તુલજારામ પુનીયા/જાટ રહે, બૈરીવાળા તલ્લા તા.જિ. બાડમેર વાળો હાલે મકનસર રાધેક્રિષ્ના ટ્રાન્સપોર્ટની ઓફીસ બાજુ આવેલ હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી આદુરામ સ.ઓ તુલજારામ પુનીયા/જાટ ઉ.વ.૪૫ રહે. બૈરીવાળા તલ્લા તા.જિ. બાડમેર રાજસ્થાન વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
આમ છેલ્લા સાતેક વર્ષથી વાહન ચોરીના ગુનાર્મા નાસતો ફરતો રાજસ્થાન બાડમેર જિલ્લાના આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:માળિયાના વવાણીયા ખાતે સેવા સેતુની સાથે સ્વચ્છતા રેલી અને વૃક્ષ રથનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*મોરબીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે લીલા નાળિયેર-મોસંબીના ભાવો અંકુશમાં લેવાની માંગ*

Hello Morbi

Leave a Comment