• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી વાંકાનેર હાઇવે રોડ પાનેલી ગામ પાટીયા પાસે સર્વીસ રોડ પરથી મેફેડ્રોન ના કોમર્શીયલ જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી વાંકાનેર હાઇવે રોડ પાનેલી ગામ પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂપીયા ૬,૪૨,૦૦૦/- ના મેફેડ્રોન ના કોમર્શીયલ જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા ૭,૧૯,૪૬૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૨૯/૦૬/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે એ.એસ.આઇ. કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ નાઓને બાતમી મળેલ કે, (૧) સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે.ચંન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર વાળો તથા (૨) રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે. માધાપર મોરબી વાળા બંન્ને અવાર નવાર સાંજના સમયે દરીયાલાલ હોટલ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પાસે આવેલ પાનેલી રોડ જે મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના સર્વીસ રોડ પર ભેગો થાય છે તે સર્વીસ રોડ પર પાનેલી જવાના રસ્તામાં ખુણા પાસે માદક પદાર્થ પાવડર પોતાના ગ્રાહકોને આપવા જાય છે. અને આજરોજ તે એક નંબર વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ લઇ પોતાના કબજામાં ગે.કા.રીતે માદક પદાર્થ પાવડર લઇ મોરબી વાંકાનેર ને.હા. સર્વીસ રોડ ઉપર પોતાના તેના ગ્રાહકોને વેચાણ કરવા જનાર છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમોને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. – પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-
(૧) સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ જાતે મકરાણી ઉવ.૪૨ રહે.ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસે તા.વાંકાનેર જી.મોરબી. મુળ આરબ જમાતખાના પાસે, કાલાવડ નાકા બહાર જામનગર (૨) રજાકભાઇ ઉર્ફે લાલો આમદભાઇ પરમાર જાતે ઘાંચી ઉવ.૫૦ રહે. માધાપર-૧૪ મોરબી તા.જી.મોરબી પકડવા પર બાકી આરોપીનુ નામ, સરનામુ :-
જુનેદભાઇ હનીફભાઇ પરમાર રહે.માધાપર શેરી નં-૫ મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: માળીયા:દેશી હાથબનાવટી તમંચા (હથીયાર) સાથે એક ઇસમને પકડી પાડતી માળીયા (મી) પોલીસ*

editor

*મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા ચંદીગઢ ના અમિત ત્યાગી*આલેખન સંજય રાજપરા*

Hello Morbi

*બાલાચડી ગામે પેવર બ્લોક નું કામ મંજૂર*

Hello Morbi

Leave a Comment