• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી દારૂની હાટ માંડીને બેઠેલા બેને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ૧૨૦ બોટલો સાથે ઝડપી પાડ્યા ત્રીજા ની શોધખોળ*

મોરબી :તા ૨૨ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મોરબી નજીક દુકાનમાં દારૂના વેચાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે તે દુકાનમાં રેડ પાડી ૧૨૦ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસની તપાસમાં આ દારૂ મોકલનાર બોટાદના પાળીયાદ ગામના બુટલેગરનું નામ ખુલ્યું હતું.

મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ઈંગ્લિશ દારૂની બંધી અટકાવવા માટે વોચ હતો.ત્યારે ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના સામાકાંઠે ગુરૂકૃપા હોટલ સામેના સર્વીસ રોડ ઉપર જોગ ગુરૂદેવ હોટલની પાછળના ભાગે આવેલ દુકાનમાં બે શખ્સો ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી ધંધો કરતા હોવાની હકીકત મળતા એલસીબી તે દુકાનમાં ત્રાટકી હતી અને પોલીસે આ દુકાનમાંથી વિદેશી દારૂની ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ બોટલો નંગ-૧૨૦ કી.રૂ.૭૨,૦૦૦ નો મુદામાલ સાથે આરોપીઓ સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ. ૩૫ રહે. મોરબી-૦૨ ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કુલ પાસે) અને અર્જુનસિંહ દીલુભા ઝાલા (ઉ.વ. ૩૦ રહે. મોરબી-૦૨ મહારાણાપ્રતાપ સોસાયટી કોમ્યુનીટી હોલની બાજુમાં મોરબી)ને ઝડપી લીધા હતા. આ દારૂ કાનભા મનુભા પરમાર (રહે. પાળીયાદ તા.જી. બોટાદ)એ મોકલ્યો હોવાનું ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI:*નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલ તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા” નું આયોજન કરવામાં આવ્યું.*

editor

*HELLO MORBI:વિચાર,વટ,વચન,વાણી,વર્તન વ્યવહાર,વ્યવસ્થાથી અતિ વિશિષ્ટ બની રહેલ લોહાણા સમાજનો વઢિયાર વંદના સમારોહ*

editor

*રાણેકપર પ્રાથમિક શાળા માં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત “હર ઘર તિરંગા” કાર્યક્રમનું સુંદર આયોજન થયું.*

Hello Morbi

Leave a Comment