• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેરમાં કચરો છે? ફોટો પાડોઅને મોકલો +919879889077 નંબર પર*

મોરબી નગરની સુંદરતા જળવાઈ રહે અને મોરબી શહેર વધુ ને વધુ રળિયામણું બને તે માટે મોરબી નગર પાલિકા દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે. નગર પાલિકા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર થકી મોરબીમાં ગંદકી પર નિયંત્રણ રાખી શકાશે.
મોરબી શહેરમાં ગંદકીને ડામવા અને ગંદકીના કરણે સર્જાતી સમસ્યાઓને દુર કરવા માટે નગરપાલિકા દ્વારા વોટ્સએપ હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. હવે શહેરીજનોને શહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો દેખાય તો તરત જ +919879889077 નંબર પર ફોટો પાડી મોકલી શકાય છે. આ આ ફોટાની સાથે જે તે સ્થળનું ચોક્કસ એડ્રેસ અથવા તો ગુગલ મેપની મદદથી એડ્રેસ મોકલવાનું રહેશે. આમ મોરબી નગરમાં ગંદકી બાબતે ફોટો સહિતની ફરિયાદ વોટ્સએપથી કરી શકાય તે માટે આ નંબર જારી કરવામાં આવ્યો છે. નગરપાલિકાને આ ફરિયાદ મળતા જ જે-તે સ્થળની સાફ-સફાઈ કરવામાં આવશે અને ગંદકી દુર કરી તે વિસ્તારને રળિયામણું બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.
હાલ આ નંબર ફક્ત કચરાના નિકાલ માટે જ શરૂ કરાયો છે. ગટર, સ્ટ્રીટ લાઈટ વગેરે બાબતો માટે આ નંબર પર ફરિયાદો ન મોકલી મોરબીને રળિયામણું બનાવવાની મોરબી નગરપાલિકાની આ પહેલમાં સહકાર આપવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી હર્ષદીપ આચાર્ય દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વર્ષ 𝟐𝟎𝟐𝟔 ના પ્રથમ ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

*HELLO MORBI NEWS:મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા નગરનાકા પાસે કારમાંથી એક ઇસમને હથિયાર રિવોલ્વર, કાર્ટીઝ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment