
મોરબી તા ૪ ભકિતનગર સર્કલથી નવલખી ફાટક સુધીમાં યોજાતા મેળાઓને મંજુરી આપવામાં ના આવે તે બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ,ગુજરાત માલધારી મહાપંચાયત ઉપ પ્રમુખશ્રી, સમસ્ત મચ્છુ કાઠા રબારી સમાજ
મોરબી ના ટ્રસ્ટીશ્રી રમેશભાઈ રબારી દ્વારા રજૂઆત
સાહેબશ્રી,
મોરબી જિલ્લાના મોરબી શહેરમાં તહેવારોને આવવાના સમય પહેલા એક-બે માસ પહેલા મનોરંજન ને નામે લોકમેળા કરવાના રાફડા ફાટે છે અને આ મેળા તહેવાર પૂરા થયા પછી પણ એક માસ સુધી ચાલુ રાખવામાં આવે છે. સતત સવારથી રાત્રીના બે થી ત્રણ વાગ્યા સુધી ઘોંઘાટ સાથે ચાલુ રહે છે.
જેના કારણે આસપાસના રહેવાસીઓને વિના કારણે ભારે પરેશાની ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ અને સ્કૂલનું હોમવર્ક કે વાંચન ના કરી શકવાને કારણે અભ્યાસ બગડે છે બાજુબાજુમાં સ્કૂલ આવેલ છે માઈકના મોટા મોટા અવાજને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલ પણ જઈ શકતા નથી તેમજ આસપાસમાં રહેઠાણ આવેલા છે જેના રહેવાસીઓ આખો દિવસ – રાત માઈકના મોટા મોટા અવાજથી પરેશાન છે. આ મોટા મોટા અવાજના કારણે અવાજનું પ્રદૂષણ ફેલાય છે અને ત્યાં ટ્રાફિક જામ પણ થાય છે અને માનવ જીવનમાં અવાજના કારણે ઘણી બધી તકલીફ ભોગવવી પડે છે.
વિદ્યાર્થીનો અભ્યાસ બગડે છે લોકોની સાંભળવાની શકિત ઓછી થઈ જાય છે જેવા ઘણા બધા આ મેળાના કારણે પ્રશ્ન ઉભા થાય છે ત્યારે આપ સાહેબને અમારી વિનંતી છે કે ભકિતનગર સર્કલથી નવલખી ફાટક સુધીના વિસ્તારમાં યોજાતા લોકમેળાને મંજૂરી ના આપવામાં આવે. આ વિસ્તારના રહેવાસીઓ અને આ વિસ્તારમાં રહી અભ્યાસ કરતા વિધાર્થીની લાગણી અને માંગણીને ધ્યાને લઈ આવા માઈક દ્વારા અવાજ ફેલાવતા લોકમેળાઓને મંજૂરી આપવામાં ના આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.
લોકોની લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ તેમજ કોર્ટ કાર્યવાહી કરી આવા લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેની નોંધ લેવા વિનંતી.
નકલ રવાનાઃ
(૧) જિલ્લા કલેકટર સાહેબ, મોરબી જિલ્લા, મોરબી
(૨) ચીફ ઓફિસરશ્રી, મોરબી નગરપાલિકા, મોરબી
(૩) પી.આઈ.સાહેબ, મોરબી એ–ડીવીઝન પોલીસ સ્ટેશન, મોરબી
