
હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાં મોબાઈલમાં ફેક આઈ.ડી.બનાવી ફરીયાદીના નામે બિભત્સ મેસેજ કરી બદનામ કરતા આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ….
હે..G.P શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધીક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની નાઓની સુચના મુજબ મહિલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવોમાં સંવેદનશીલ રહી તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવેલ હોય અને શ્રી નાયબ પોલીસ અધીક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ સત્વરે આરોપીને પકડી લાવવા સુચના કરેલ હોય અને ઉપરોક્ત ગુનાના કામના આરોપી મહેશભાઈ રણછોડભાઈ રહે વેગડવાવ વાળાએ આ ફરીયાદી શ્રી નુ પોતાના મોબાઈલમાં ઈસ્ટાગ્રામમાં ફેક આઈ.ડી.બનાવીને ફરીયાદીના પતિને તથા સંબંધીઓને ફોટા તથા બિભત્સ મેસેજ કરેલ તેમજ ઈસ્ટાગ્રામના પ્રોફાઈલમાં ફરીયાદીશ્રીનો ફોટો રાખી સોશીયલ મીડીયા દ્વારા ફરીયાદીને હેરાનપરેશાન કરવા તથા બદનામ કરી ગુનો કરેલ હોય જે બાબતે ફરીયાદી શ્રી તા.૦૭/૦૮/૨૦૨૩ ના કલાક ૨૨/૧૫ વાગ્યે હળવદ પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ
આ કામના ફરીયાદી શ્રીને આરોપી એકતરફી પ્રેમ કરતો હોય જેથી પોતાના મોબાઈલમાં ફેક આઈ.ડી.બનાવીને ફરીયાદીના સગા સંબંધીઓ તથા તેના પતિને બિભત્સ મેસેજ કરી બદનામ કરતો હોય જેથી ફરીયાદીએ સાયબર ક્રાઈમ એલ.સી.બી.કચેરી ખાતે અરજી કરેલ અને જે અરજી અન્વયે સાયબર ક્રાઈમ દ્રારા તપાસ કરતા ફરીયાદી શ્રીએ કરેલ અરજીને સમર્થન મળતી હકીકત જણાય આવતા સાયબર ક્રાઈમ મોરબી દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદીને ફરીયાદ કરવાની સમજ કરતા ફરીશ્રીએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે આવી આરોપી મહેશભાઈ રણછોડભાઈ કોળી રહે.વેગડવાવ તા.હળવદ વાળા વિરૂધ્ધમાં ફરીયાદ આપતા આ કામના આરોપી મહેશભાઈ રણછોડભાઈ કોળી રહે વેગડવાવ વાળાની તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીને તા.૦૮/૦૮/૨૦૨૩ ના કલાક ૦૦/30 વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે.તેમજ હાલે આ ગુનાની તપાસ તજવીજ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ.છાસીયા નાઓ સંભાળી રહેલ છે હાલે તપાસ તજવીજ ચાલુ છે.
અટક કરેલ આરોપી
(૧) મહેશભાઈ રણછોડભાઈ વિધાણી જાતે કોળી ઉ.વ.૨૪ રહે.વેગડવાવ તા.હળવદ જી.મોરબી
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી મોરબી
(૨) શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઈન્સ્પેક્ટર હળવદ પોલીસ સ્ટેશન
(૩) શ્રી એ.ડી.જાડેજા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાઈબર ક્રાઈમ તથા તેમની ટીમ
(૪) શ્રી રમેશભાઈ મહાદેવભાઈ એ.એસ.આઈ હળવદ પોલીસ સ્ટેશન
(૫) શ્રી તેજસભાઈ વિરજીભાઈ પો.કોન્સ.એલ.સી.બી.મોરબી

