• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લામાં સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ અંગે કડક કાર્યવાહી કરતીમોરબી પોલીસ*

 

મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી
મોરબી પોલીસ
મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જ નાઓની સુચના મુજબ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા જણાવેલ જે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૦/૦૮/૨૦૨૩ ના ક.૧૬/૦૦ થી ક.૧૯/૦૦ સુધી મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઇડ ચાલતા વાહન તથા નંબર પ્લેટ વગરના, ખોટી નંબર પ્લેટ વાળા, અધુરી નંબર પ્લેટ વગર/ગેરકાયદેસર લખાણ, ડાર્ક ફીલ્મ, હેલ્મેટ, શીટ બેલ્ટ તથા ડ્રેક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) તથા સાયલેન્સરમાંથી વિસ્ફોટક/મોડીફાઇટ સાઇલેસન ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મોરબી જીલ્લામાં તા.૨૦/૦૮/૨૦૨૩ ના ક.૧૬/૦૦ થી ક.૧૯/૦૦ દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.
ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-૩૨૫ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ રૂ-૧૬૦૩૦૦/- કરવામાં આવેલ
નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૫૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ
રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૭૯ મુજબ કુલ-૧૬ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૮૩ મુજબ કુલ-૧૪ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
ડ્રંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ના કુલ ૨ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Related posts

GOLD RATE TODAY: આજે ફરી ઘડ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

Hello Morbi

*મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન અપાયું*

Hello Morbi

*ટંકારાના નિવૃત શિક્ષક દંપતિએ ઘરમાં રહી સુરક્ષિત રહી તે સુત્રને સાર્થક કર્યું*

Hello Morbi

Leave a Comment