• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા (મી.) હાઇવે પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત, એકને ઇજા*

મોરબી : મોરબી જિલ્લામાં માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક બે ટ્રક, બે કાર અને એક અજાણ્યા વાહન સહિત એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક આજે બપોરે એક અજાણ્યા વાહને અજાણ્યા કારણોસર કાબુ ગુમાવતા બે ટ્રક અને બે કાર સાથે અથડામણ થઇ હતી. જેમાં એક ટ્રક અન્ય એક ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. તેમજ બે કાર ટ્રક સાથે ભટકાઈ હતી. આથી, બંને કારના આગળના ભાગે ખાસ્સું નુકસાન પહોંચ્યું છે. આમ, આ અકસ્માતમાં એક અજાણ્યું વાહન, બે કાર નં. GJ-36-R-6424 અને GJ-36-R-0487 તેમજ ટ્રક નં. GJ-36-T-7522 અને GJ-06-BV-5966, એમ પાંચ વાહનો ટકરાયા હતા.

 

આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદ્નસીબે અકસ્માતના લીધે જાનહાનિના અહેવાલ નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. તેમજ સુરજબારી પેટ્રોલિંગ IMTની ટીમ દ્વારા ક્રેન વડે વાહનોને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા હતા.

Related posts

કોવિશીલ્ડની સાઇડ ઇફેકટનો શખ્સે દાવો ઠોકતા સીરમે સામે ફટકાર્યો અધધ કરોડનો માનહાનિ કેસ

Hello Morbi

*વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં* *૯મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી*

Hello Morbi

*𝑯𝑬𝑳𝑳𝑶 𝑴𝑶𝑹𝑩𝑰 𝑵𝑬𝑾𝑺: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

Leave a Comment