• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી સૂરતની જાન્હવી ઠકકર*

રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી સૂરતની જાન્હવી ઠકકર
મૂળ ડીસા- બનાસકાંઠાના વતની પરંતુ છેલ્લા 27 વર્ષથી સૂરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી જીતેન્દ્રકુમાર ચંદુલાલ ઠકકર તેમજ શ્રીમતી દક્ષાબેનની લાડકવાયી દીકરી ચિરંજીવી જાન્હવીબેન બેંગ્લોર ખાતે મેડિકલ લાઈનમાં બી.એ.એમ.એસ.નો અભ્યાસ કરતી હતી.
અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી,ખંતીલી અને મહેનતુ એવી જાન્હવીબેન ઠકકરનું ફાયનલ બી.એ.એમ.એસ.નું રિઝલ્ટ આવતાં ફર્સ્ટ ક્લાસ સાથે ઉતીર્ણ થઈ તેણે તેના પરિવાર ઉપરાંત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.
શ્રી લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે જાન્હવીબેન તેમજ સમગ્ર પરિવારને અભિનંદન આપી અત્યંત રાજીપો વ્યક્ત કરેલ છે.ટૂંક સમયમાં જાન્હવીબેનની ઈન્ટરશીપ ચાલુ થઈ જશે.જાન્હવીબેનના માતા પિતા જીતેન્દ્રકુમાર તેમજ દક્ષાબેને આ ખુશી નિમિતે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસામાં તેમનાં સ્નેહી સુશ્રી રક્ષાબેન શંભુલાલ ઠકકર મારફત રૂપિયા 2100 ની ગૌસેવા અર્પણ કરી આનંદ વ્યક્ત કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*ભાજપ : બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તથા વાંકાનેર શહેર પ્રમુખની નિમણૂક કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાને નવયુગ સંકુલની વિદ્યાર્થીઓ*

editor

Leave a Comment