• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ટ્રકના ટાયરો તથા ટાયરોની રીમ મળી કુલ કી.રૂ. ૫,૯૯,૫૦૦/- નો મુદામાલ મેળવી વિશ્ર્વાસઘાત કરનાર આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ટ્રકના ટાયરો તથા ટાયરોની રીમ મળી કુલ કી.રૂ. ૫,૯૯,૫૦૦/- નો મુદામાલ મેળવી વિશ્ર્વાસઘાત કરનાર આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૧૪/૦૯/૨૦૨૩
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી, કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓ તેમજ બહારના જિલ્લાના આરોપીઓને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના Aડા વિક્રમસિંહ બોરાણા તથા HC દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૯૦૬૦૨૩૦૨૩૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૪૦૮,૧૧૪ મુજબના ગુનાના કામે આરોપી ધીરજ સ/ઓ રામસાગર તિવારી રહે. ઉસ્માનપુરા ગામ, કસરાવન જી.અમેઠી (ઉતર પ્રદેશ) તથા સહ આરોપી આશીષકુમાર પાંડે એમ બન્નેએ મળી ફરીયાદીશ્રી ની માલીકીના ટ્રકના ટાયરો નંગ-૨૨ તથા ટાયરની રીમ નંગ-૯ મળી કુલ કી.રૂ. ૫,૯૯,૫૦૦/- નો મુદામાલ લઇ જઇ ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કરી ગુનો કરેલ હોય જે ગુનાનો આરોપી ધીરજ સ/ઓ રામસાગર તિવારી રહે. ઉસ્માનપુરા ગામ (ઉતર પ્રદેશ) વાળો ટ્રક નંબર- MH-40-CM-4779 વાળી લઇ નવલખી પોર્ટ ખાતે મશીનરી ખાલી કરી મોરબી તરફ ગાડી ભરવા આવતો હોય જે આરોપી હાલે મોરબી-પીપળીયા રોડ, ખાખરાળા ગામ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં ગાડી સાથે ઉભો હોવાથી હકિકત મળતા જે હકીકત આધારે સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી ધીરજ સ/ઓ રામસાગર તિવારી ઉ.વ.૩૫ રહે. ઉસ્માનપુરા ગામ, કસરાવન જી.અમેઠી (ઉતર પ્રદેશ) વાળો મળી આવેલ હોય જે આરોપીને ઉપરોકત ગુનાના કામે આજરોજ તા.૧૪/૦૯/૨૦૨૩ ના રોજ હસ્તગત કરી ભરૂચ જિલ્લાના પાનોલી પો.સ્ટે. તરફ આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરી આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: હળવદ તાલુકાના રણજીતગઢ ગામે તળાવના કાંઠે તેમજ મંદિરની આજુબાજુના વિસ્તારમાં હાથ ધરાઈ સફાઈ ઝુંબેશ*

editor

*HELLO MORBI:માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથબનાવટની સીંગલ બેરલ બારબોર બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નવા વર્ષના પ્રથમ ગુરૂવારે ગૌશાળાઓમાં રૂપિયા બે લાખ અર્પણ કરાયા*

editor

Leave a Comment