• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નવા વર્ષના પ્રથમ ગુરૂવારે ગૌશાળાઓમાં રૂપિયા બે લાખ અર્પણ કરાયા*

જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નવા વર્ષના પ્રથમ ગુરૂવારે ગૌશાળાઓમાં રૂપિયા બે લાખ અર્પણ કરાયા
નૂતન વર્ષ 2082 ના પ્રથમ ગુરૂવારે ભાઈબીજને અનુલક્ષીને જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાનાં ભજન પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે રાખવામાં આવ્યાં હતાં.આ ભજનના મુખ્ય યજમાન વ્રજવીલા રેસીડેન્સી ભાગ-1 શશીકાંતભાઈ ડી ઠક્કરના માધ્યમથી હતા.નવા વર્ષના પ્રથમ ગુરૂવારે શ્રી રાજારામ ગૌધામ ટેટોડાના પૂજ્ય રામરતનજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી શાસ્ત્રીજી ગૌશાળાના ભરતભાઈ ભાવિક, ભગવાનભાઈ બંધુ, કમલેશભાઈ રાચ્છ, અમીતભાઈ પુરોહિત સહિત સૌએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
પૂજ્ય રામરતનજી મહારાજના વરદહસ્તે જલીયાણ ગૌશાળા કાંટના મુકેશભાઈ આચાર્ય, ભરતભાઈ દામાણીને ગૌસેવા હેતુ રૂપિયા એક લાખ તેમજ શાસ્ત્રીજી ગૌશાળા ડીસાના ભરતભાઈ ભાવિકને રૂપિયા એક લાખ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અર્પણ કરવામાં આવ્યા હતા.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 66000 છાસઠ હજાર જેવી નવી રકમ એકત્ર થઇ હતી.આગામી ગુરૂવારે ટેટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલ ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ તેનું નિમંત્રણ પૂજ્ય રામરતનજી બાપુએ સૌને આપ્યું હતું.આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભક્તો,ગૌસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભોજન પ્રસાદના સહયોગી દાતા વ્રજવીલા રેસીડેન્સી ભાગ-1 પરિવારના પ્રતિનિધિઓ તરીકે કમલેશભાઈ રાચ્છ તમજ અમીતભાઈ પુરોહિતનું ગૌમાતાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ફરીયાદ મળ્યા ના બે જ કલાક માં મહેન્દ્રપરા ખાતે સફાઈ હાથ ધરાવતા મોરબી મહાનગરપાલીકા ના ભાજપ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર*

editor

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીયવયની બાળકિશોર બાળાનુ અપહરણ કરી લઈ જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI: મોરબીમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment