• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માળીયા(મી.) તાલુકાની તરઘરી તથા સરવડગ્રામ પંચાયતના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા*

મોરબી જિલ્લાના તરઘરી ગ્રામ પંચાયતના અને સરવડ ગ્રામ પંચાયતનાં સરપંચને ગુજરાત અધિનિયમ હેઠળ સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં માળીયા(મી.) તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા સામે મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી અંગેના ગુના નોંધાયેલ છે. ઉપરાંત માળીયા(મી.) તાલુકાના સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા સામે માળીયા(મી.) પોલીસ સ્ટેશન ખાતે મારામારીના અંગેના ગુના નોંધાયેલ છે અને આ બંને સરપંચો સામે ફોજદારી કાર્યવાહી માંડવામાં આવેલ છે.

આમ, સરપંચ તરીકેના જવાબદાર હોદ્દા પર હોય ત્યારે સરપંચે ગુનાઓ આચરીને લોકસેવકને ન છાજે તેવું વર્તન કર્યું છે. જે નૈતિક અધ:પતન તેમજ શરમજનક વર્તણુક ગણવાને પાત્ર હોય ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા અને સરવડ ગ્રામ પંચાયતનાં સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ઉંચીમાંડલ ગામની સીમમાંથી ઇંગ્લીશદારૂની નાની મોટી બોટલો અને મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમબ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા સૂચના*

editor

*ડીસાના ગાંધીવાદી નટુભાઈ વ્યાસનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment