• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શૈલેષભાઈ બહુચર ડ્રેસવાળાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

શૈલેષભાઈ બહુચર ડ્રેસવાળાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન
બહુચર ડ્રેસવાળા તરીકે ખૂબ જ પ્રખ્યાત એવા શૈલેષભાઈ વાડીલાલ ઠક્કર દ્રારા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરા ખાતે પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનને પહેરાવવા માટે સાફા મોકલવાનું નક્કી થયેલ છે.દર મહિને 30 સાફા મથુરા મોકલવામાં આવશે.
આ માટે સાફાની પૂજનવિધિ ગત ગુરુવારે જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકોએ ખાસ ઉપસ્થિત રહી સાફાઓ તેમજ શ્રીકૃષ્ણ ભગવાનનું હર્ષોલ્લાસથી ભાવપૂજન કર્યું હતું.આ પવિત્ર અવસરે જલારામ મંદિર ડીસા દ્રારા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.જલારામ ગૌશાળા ભાભર વતી મહેશભાઈ ગણાત્રા અને કલાબેન ગણાત્રાએ ગૌમાતાની પ્રતિમા તેમજ ખેસથી શૈલેષભાઈનું સન્માન કર્યું હતું.કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, બળદેવભાઇ રાયકા, આનંદભાઈ પી ઠક્કર, ચંદુભાઈ એટીડી, મહેશભાઈ મનવર, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર, દીલીપભાઇ રતાણી,વાડીભાઈ ઠક્કર, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી શૈલેષભાઈને અભિનંદન આપ્યા હતા.ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ શૈલેષભાઈને વિશેષ અભિનંદન આપ્યા હતા.શૈલેષભાઈએ પણ તેમના સન્માન બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી મથુરા સાફા મોકલવાની વિગતવાર માહિતી આપી હતી.કાર્યક્રમના અંતે શૈલેષભાઈ પરિવાર દ્રારા ગોળનાં પેકેટ સૌને પ્રસાદમાં આપવામાં આવ્યાં હતાં.ઉપસ્થિત સૌએ ગુરૂવારની મહાઆરતીનો દિવ્ય લાભ લીધો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ‘કૃતજ્ઞતા દિવસ’નું આયોજન*

editor

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૪૬૦૦ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી પ્રોહી અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર જિલ્લા ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment