• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ભારત કો જાનો પશ્નમંચ (મૌખિક સ્પર્ધા) નિલકંઠ વિદ્યાલય મોરબી ખાતે યોજાયો*

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ભારત કો જાનો પશ્નમંચ (મૌખિક સ્પર્ધા) દિનાંક ૨૮/૯/૨૩ના દિવસે નિલકંઠ વિદ્યાલય મોરબી ખાતે યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં ભારતની પ્રાચીન ઉજ્જવળ પરંપરાથી જ્ઞાત થાય અને સાંસ્કૃતિક જ્ઞાન વધે તેવા હેતુથી દર વર્ષે મોરબીમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે જેમાં પ્રાથમિક વિભાગમાં માધાપર વાડી કન્યા શાળા પ્રથમ સ્થાને, દ્વિતીય સ્થાને કિષ્ના સ્કૂલ અને નિલકંઠ વિદ્યાલય તૃતીય સ્થાને રહી હતી તેવી રીતે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાને ન્યુ ઓમ શાંતિ, દ્વિતીય સ્થાને નાની વાવડી હાઈસ્કૂલ અને તૃતીય સ્થાને નિલકંઠ વિદ્યાલય રહી હતી
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના શ્રી પી.ડી. કાંજીયા સાહેબ તથા નિલકંઠ વિદ્યાલયના જીતુભાઈ વડસોલા તથા સંઘમાંથી રાજેશભાઈ બદ્રકિયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી
ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા, સચીવ હિમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી, પ્રશ્ચિમ ક્ષેત્રના સેવા વિભાગના સહસચિવ રવિન્દ્ર ભાઈ ત્રિવેદી, પ્રાંત ગુરુ વંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસંયોજક દિલીપભાઈ પરમાર, પ્રાંતના સમૂહગાન સ્પર્ધાના સહસંયોજક ધ્રુમિલ આડેસરા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરિયાણી, સહસંયોજક કાનગડ રાવતભાઈ ઉપસ્થિત હતા, કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ છૈયાએ કર્યું હતું, આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ પી.ડી. કાંજીયા સાહેબ આપ્યો હતો, સ્થાન તથા અન્ય જરૂરીયાતો જીતુભાઈ વડસોલાએ પૂરી પાડી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના સભ્યો વિનુભાઈ મકવાણા, મનહરભાઈ કુંડારિયા,હરદેવભાઈ ડાંગર, રાકેશભાઈ મેરજા, વિપુલભાઈ અમૃતિયા તથા કૌશિકભાઈ અઘારા વગેરેએ ખૂબ મહેનત કરી હતી
ભારત વિકાસ પરિષદ
મોરબી શાખા
સચિવ
હિમતભાઈ મારવાણિયા
અઘ્યક્ષ
ડો જયેશભાઈ પનારા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI: મૉરબી મા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ના તેજસ્વી વિધાથી નૉ સન્માન સમારોહ યોજાશે*

editor

*HELLO MORBI:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો*

Hello Morbi

Leave a Comment