• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટેના છેલ્લા દોઢ વર્ષથી અપહરણ ના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢતી AHTU ટીમ મોરબી*

વાંકાનેર તાલુકા પો.સ્ટેના છેલ્લા દોઢ વર્ષથી અપહરણ ના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢતી AHTU ટીમ મોરબી.

તા.૦૪/૧૦/૨૦૨૩
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહબે અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ નંદલાલ વરમોરા તથા ભરતસિંહ ડાભી ને અંગત બાતમીદાર તથા ટેકનિકલ સોર્સ દ્રારા હકીકત મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૩૩૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬, મુજબના ગુન્હાના કામનો આરોપી ઉમાશંકર ગૌરાંગાસુંદર ભુણીયા ફરીયાદીશ્રી ની સગીર વયની દિકરીને એરાક્રોન સીરામીક માટેલ રોડ, ઢુવાથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી કોલકતા હોવાની હકીકત આધારે AHTU ટીમ દ્રારા કોલકતાથી હસ્તગત કરી તેમજ ભોગ બનનારને પણ શોધી કાઢેલ છે.અને વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર નાઓને સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર AHTU મોરબી તથા HC નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, ફુલીબેન ઠાકોર તથા બકુલભાઇ કાસુન્દ્રા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી ટ્રાફિક શાખાના ફરજનિષ્ઠએ.એસ.આઈ વનરાજસિંહ રાણા વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI:તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*મોરબીમાં રવિવારે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

Leave a Comment