
હળવદ મોરબી ચોકડી રોડ ઉપરથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૦૭ કિ.રૂ.૨,૫૨,૨૮૦/- તથા બીયરના ટીન કુલ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૭,૮૮,૫૮૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની ગે.કા. પ્રવૃત્તિ અટકાવવા શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી કે.એચ.ભોચીયા, એસ.આઇ. પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા.દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, તથા પો.કોન્સ.ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગશીયાને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ટ્રક ટ્રેઇલરમાં નંબર-RJ-19-GE-8765 વાળામાં માટીની આડમાં ઇંગ્લીશ દારૂ / બીયરનો જથ્થો ભરી અમદાવાદ તરફથી મોરબી તરફ આવે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય જેથી એલ.સી.બી.સ્ટાફના માણસો તથા અધિકારીશ્રી હળવદ મોરબી ચોકડી ખાતે વોચમાં હતા. તે દરમિયાન હકીકતવાળી ટ્રક ટ્રેઇલર મળી આવતા તેમાં જોતા માટી નીચે સંતાડેલ દારૂ / બીયરનો જથ્થો મળી આવતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો વિરુધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આમ મોરબી એલ.સી.બી.ને. ટૂંક ટ્રેઈલરમાં ભરેલ માટીની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂ / બીયરનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.- પકડાયેલ આરોપીના નામ સરનામા:-
સીયરામ ઉર્ફે મુકેશ સ/ઓ દીનારામ રામુભાઇ જાજડા (જાટ) ઉવ-૨૮ રહે.ગગરાના તા.મેડતા જી.નાગોર રાજસ્થાન
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
રામકિશોર ઉર્ફે શેટીરામ જાટ રહે.બીટન ગામ તા.મેડતા જી.નાગોર રાજસ્થાન- પકડાયેલ મુદામાલની વિગત –
(૧) 8 PM વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૨૮૮ કી.રૂ.૮૬૪૦૦/-
૨) ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૩૫૯ કી.રૂ.૧,૧૪,૮૮૦/-
(૩) બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૬૦ કી.રૂ.૫૧,૦૦૦/- તથા અન્ય મુદામાલ
૪) કિંગફીશર સુપર સ્ટ્રોગ બીયરના ૫૦૦ મીલીના ટીન નંગ-૨૮૮ કુલ કિ.રૂ.૨૮,૮૦૦/-
૫) ટ્રક ટ્રેઇલરમાં નંબર-RJ-19-GE-8765 કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૭,૮૮,૫૮૦/- નો
મુદામાલ કબજે કરેલ છે- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી.કે.એચ.ભોચીયા, એસ.આઇ.પટેલ
તથા એલ.સી.બી.સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.
