• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ૯ મી નવેમ્બરના રોજ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૦૯-૧૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*મોરબી નગરપાલિકા જાહેર માર્ગો પર રખડતાં ઢોરને અટકાવવા ઝુંબેશ હાથ ધરી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ભાઈ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ ઝાલરીયા*

editor

Leave a Comment