• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નવા વર્ષના પ્રથમ ગુરુવારે શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

નવા વર્ષના પ્રથમ ગુરુવારે શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ
ડીસા નગરમાં નવા વર્ષની અજવાળી બીજ નિમિત્તે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 434 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે રાખવામાં આવેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.
અજવાળી બીજ નિમિત્તે ભોજન પ્રસાદના સહયોગી દાતા માતુશ્રી શાંતાબેન સગાળચંદભાઈ લાલજીભાઈ પૂજારા પરિવાર હસ્તે શ્રી ભરતભાઈ ભાવિકનો ઉમદા સહકાર મળ્યો હતો તેમજ તેમનું ગૌમાતાની પ્રતિમાથી સન્માન કરવામાં આવ્યું હતું.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ સૌને નવા વર્ષમાં ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 416000 ચાર લાખ સોળ હજાર જેટલી પ્રેરણાદાયી ગૌસેવા એકત્ર થઈ હતી.
‌આગામી 435 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી શિલ્પાબેન સુરેશભાઈ જયંતીલાલ ઠક્કર વાલેવડાવાળા પરિવારના નિવાસસ્થાને હોઈ સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નવા વર્ષના સ્નેહમિલનનું પણ આયોજન કરેલ હોઈ સૌએ એકબીજાને સ્નેહપૂર્વક ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે તારીખ 16-11-2026 સોમવારે ડીસા નગરનો અખિલ રઘુવંશી લોહાણા સમાજ તેમજ સમસ્ત સનાતન હિંદુ સમાજ સમયસર ઉપસ્થિત રહે તે માટે સૌને અપીલ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:ડિજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત પોલીસનું વધુ એક નકકર કદમ*

editor

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી; મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીયવ્યવસ્થા માટે અભિનંદનમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor

*ઉના ધારાસભ્ય ધરણાં પર બેસતાં તંત્ર માં મચી દૉડા દોડી મચી*

Hello Morbi

Leave a Comment