
પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે ડીસા એપીએમસી દ્રારા રજાની કરાઈ જાહેરાત
તારીખ 16-11-2026 સોમવારે પૂજ્ય જલારામ બાપાની 227 મી જન્મજયંતિ ઉજવણી હોઈ સમગ્ર ડીસાના સનાતન હિંદુ સમાજમાં હરખની હેલી છે.
આ દિવ્ય અવસરે વેપારીઓ, ખેડૂતો, કર્મચારીઓ,ગુમાસ્તાઓ,તોલાટ ભાઈઓ,મજૂરો એમ સૌ કોઈ પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતીમાં હાજરી આપી શકે, ભોજન પ્રસાદનો લાભ લે અને શોભાયાત્રામાં પણ હાજરી આપી શકે તે માટે એપીએમસી ડીસા દ્રારા રજા જાહેર કરવામાં આવી છે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના સેક્રેટરી એ.એન.જોષીએ એક અખબારી યાદી દ્વારા જલારામ જન્મજયંતિની રજા અંગે સમગ્ર ડીસા નગરને જાણ કરી છે.
