• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે શિક્ષકને નોકરીમા એક જ સ્કૂલમાં૨૫વર્ષ થયા*

પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે શિક્ષકને નોકરીમા એક જ સ્કૂલમાં૨૫વર્ષ થયા

પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે શિક્ષક નોકરીમા હાજર થયા 6.11.1998 થી 6.11.2023 ….
ખૂબ લાંબી સફર.. ૨૫વર્ષ ક્યારે થઈ ગયા એ ખબર જ ન પડી. ગમતા સહવાસમાં જ આ શક્ય બનતું હોય છે. બારી વગરના અને છતમાં ટપકતા પાણી વાળા બે વર્ગખંડથી કરેલ શરૂઆત અને બાળકો વાલીઓ સહ શિક્ષકોની અપાર મહેનતથી વટવૃક્ષ બનેલી શાળા આ 25 વર્ષમાં નિત નવા રંગો પીંછા ઉમેરાતા ગયા જેનો સાક્ષી રહ્યાનો ગર્વ છે.
શિક્ષક તરીકે બાળકોને સ્કેટિંગ કબડી ઓડ કામડું ખો ખો જુની રમતો વિગેરે ને પાઠ શીખવતા શીખવતા ગામના ખમીરવંતા માયાળુ માનવીઓ અને વડીલોની વચ્ચે રહીને જીવનના અમૂલ્ય પાઠ શીખવા મલ્યા એ પણ કેમ ભુલાય.
ગામની એક એક શેરી એક એક ઘરને ઘરના એક એક વ્યક્તિ પાસેથી હંમેશા આદર જ મળ્યો છે.
જેમને ભણાવ્યા એ જ આજે વાલી તરીકે સામે બેઠા હોય ત્યારે બે પેઢીને ભણાવ્યાનો આનંદ પણ આવે જ. કોઈ પોલીસ કોઈ psi કોઈ એન્જીનીયર કે બિઝનેસમેન કે અન્ય વ્યવસાયમાં ખૂબ સારું કામ કરી રહયા હોય ત્યારે સંતોષકારક ઓડકાર પણ આવે.
એક સામાન્ય શિક્ષક અને કોઈજ વિશિષ્ટતા ન હોવા છતાં જે સ્વીકાર્યતા મળી છે તે કોઈ એવોર્ડથી કમ તો નથી જ.
રાજકોટથી 40 કિમિ નો રસ્તો દૂર તો કેવાય.. પણ હમેશા નજીક જ લાગ્યો. બદલીમાં મોકા તો ઘણા મલ્યા..પણ હવે એ (બદલી)બાજુનો રસ્તો જ ભુલાય ગયો છે.
જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડી ત્યારે અડગ અડીખમ અને જ્યારે પણ કંઈક નવું કરવાનું થયું ત્યારે દાતાર બની ને ઊભેલું આખું ગામ આજ પણ અણનમ જોયું છે.
14 વર્ષ શેષ રહયા છે.
હજુ ઘનુએ કામ કરવાનું બાકી છે, થાકવાનું ચાલે તેમ નથી લ, ઋણ પણ ચૂકવવાનું છે.
શાળાના,બાળકો તો બદલતા રહ્યા પણ શિક્ષક એના એ જ બાપ અને દીકરા બને ને પાઠ ભણાવતા ભણાવતા શિક્ષક નિલેશભાઈ ધ્રાગધરીયા ને ૨૫ વર્ષ પૂર્ણ કર્યા બદલ ખુબ ખુબ આભાર
રિ. ધર્મેન્દ્રસિંહ જાડેજા

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ સવાર થી સર્વજ્ઞાતિય વિનામુલ્યે મિથેલીન બ્લ્યુ નુ વિતરણ થશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. નો અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*HELLO MORBI:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરાયું હતુ*

editor

Leave a Comment