• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું*

*’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’
સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા
દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાલક્ષી કાર્યક્રમો દ્વારા ગામડાઓમાં જે ઉમદા કાર્યો થઈ રહ્યા છે તેને બિરદાવવામાં આવી રહ્યા છે.

મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ૩ રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી  છે. મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.
મોરબીના નીચી માંડલ તેમજ વાંકાનેરના ભોજપરા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું  આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ  ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. યાત્રા દરમિયાન મહાનુભાવો દ્વારા મોરબી તાલુકાના નીચી માંડલ તથા દ્વારા  વાંકાનેર તાલુકાના ભોજપરા ગામને  સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સરપંચશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.તેમજ ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી માળિયા વિસ્તારના પ્રવાસ દરમિયાન ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને સમર્થન મળી રહ્યું છે*

Hello Morbi

*HELLO MORBI NEWS:બાગાયતી ખાતાના વિવિધ ૨૦ ઘટકોમાં સહાય લેવા માટે ૯ જૂન સુધી આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું*

editor

*ડીસાની જલારામ સદભાવના યાત્રાનું ધાનેરા જલારામ મંદિરે શાનદાર સ્વાગત કરાયું*

Hello Morbi

Leave a Comment