• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાની જલારામ સદભાવના યાત્રાનું ધાનેરા જલારામ મંદિરે શાનદાર સ્વાગત કરાયું*

તારીખ 30-1-2022 રવિવારે ડીસા જલારામ મંદિર થી અંદાજે 32 કિલોમીટર દૂર આવેલ ધાનેરા જલારામ મંદિર સુધી સદભાવના પદયાત્રાનું આયોજન કરાયું હતું.વહેલી સવારે 7=00 વાગે જલારામ મંદિર ડીસાના બેઉ પૂજારીજીએ કંકુતિલક કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.રામબાણ આયુર્વેદિક ઔષધાલયના કાંતિભાઈ માળીએ ઈમ્યુનીટી વર્ધક ઉકાળાનું રસપાન કરાવી તેમણે તેમજ જાણીતા ચિત્રકાર ચંદુભાઈ એટીડીએ શુભેચ્છાઓ પાઠવી હતી.નાથાલાલ ખત્રી,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર, ભગવાનભાઈ બંધુ,અનીલભાઈ ઠકકર, ઈશ્ર્વરભાઈ રાવળ,જીતુભાઈ રાફુવાળા,વિનોદભાઈ એચ. ગોકલાણી,અમરતમામા,શંભુલાલ સેજાણી,હર્ષદભાઈ અચરતલાલ ઠકકર થરાવાળા,વિનોદભાઈ આચાર્ય, હર્ષદભાઈ ભીલડીવાળા,અશ્ર્વિનભાઈ પલણ, જયેશભાઈ ખોડાવાળા,અર્જુનજી ઠકકર સહિતના 16 પદયાત્રીઓએ ખૂબ જ આનંદ, ઉત્સાહ અને થનગનાટથી નિર્વિઘ્ને એક જ દિવસમાં પદયાત્રા સફળ-સુખમય રીતે પૂર્ણ કરી હતી.

ટેંટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજ, સુખદેવ સેવા સંસ્થાનના પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજ સહિતના સંતોએ આશીર્વાદ આપ્યા હતા.બપોરનો ભોજન પ્રસાદ ટેંટોડા ગૌશાળા ખાતે લીધેલ જ્યાં તમામ ગૌસેવકોની સરાહનીય સેવા મળી હતી.કંસારી નજીક ચૌધરી હોટલના બાબુલાલ ચૌધરીએ પણ ચા-નાસ્તાનું આયોજન કર્યું હતું.આત્મારામભાઈ ઓઢાવાળા,સંજયભાઈ સહાયતા,કનુભાઈ તૃપ્તિવાળા,આનંદભાઈ પી.ઠકકર, દેવચંદભાઈ એન.ઠકકર,જગદીશભાઈ ધાનેરાવાળા,કુમારી ખુશી સહાયતા,કુમારી કાવ્યા સહાયતાની સમગ્ર પદયાત્રા દરમિયાન પ્રશંસનીય સેવા મળી હતી.ડીસાના શશીકાંતભાઈ ડી.ઠકકર, કમલેશભાઈ રાચ્છ, દીલીપભાઈ રતાણી,હિરેન રાચ્છ, વૈકુંઠભાઈ કારિયા,પ્રમોદભાઈ ચોકસી,સુરેશભાઈ વાલેવડાવાળા વિગેરેનો પણ વિશેષ સહયોગ મળ્યો હતો.

ધાનેરાના 30 જેટલા જલારામ ભકતો ટેંટોડા ગૌશાળાથી અંદાજે 14 કિલોમીટર પદયાત્રામાં જોડાયા હતા.તમામ પદયાત્રીઓએ સંત રામબાઈ સાહેબ મંદિર તેમજ મામા બાપજીના મંદિરે દર્શનનો લાભ લીધો હતો.ઢોલ,શરણાઈના સુમધુર સ્વર સાથે ધાનેરાના અંદાજે 300 જેટલા ભાઈ/બહેનોએ પદયાત્રીઓનું કળશયાત્રાથી અભૂતપૂર્વ શાનદાર સ્વાગત કરી ફૂલહાર અને સાલથી સન્માન કર્યું હતું.પદયાત્રાના હેતુ વિષે ભગવાનભાઈ બંધુએ પોતાના વિચારો વ્યક્ત કરી ધાનેરામાં દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ થાય તેવો સંકલ્પ કરાવતાં 10 ગુરૂવારના ભજનોના યજમાન જાહેર થયા હતા.જલારામ મંદિર ધાનેરાના કનુભાઈ ઠકકર, પ્રવિણભાઈ પત્રકાર,દશરથભાઈ, વિપુલભાઈ,જગદીશભાઈ પૂજારા,રમેશભાઈ ગૌશાળા સહિતના અનેક અગ્રણીઓએ રસ્તામાં પદયાત્રીઓ માટે ચા-પાણી,નાસ્તો,દવા વિગેરેની આયોજનબધ્ધ વ્યવસ્થા કરી હતી.જલારામ મંદિર ધાનેરા ખાતે પણ પદયાત્રીઓના માનમાં અંદાજે 300 જેટલા જલારામ ભકતો માટે મિષ્ટાન સાથેના સુરૂચિ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.ધાનેરા જલારામ મંદિર તેમજ જલારામ ભકતોની લાગણી,સ્નેહ,સ્વાગત, સન્માનથી ડીસાના પદયાત્રીઓએ અનહદ રાજીપો અનુભવ્યો હતો.

Related posts

*જામનગર જિલ્લાકક્ષાના* *“નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૨”ની ઉલ્લાસભેર ઉજવણી*

Hello Morbi

*HELLO MORBI:આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદી માટે કરવામાં આવેલ સેટેલાઈટ સર્વે બંધ કરવાની માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપ્યું*

editor

Leave a Comment