• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કિશોરીઓના સ્વાસ્થ્ય માટે કટ્ટીબદ્ધ સરકાર*

સરકારશ્રી દ્વારા કિશોરીઓને પુરતુ પોષણ મળી રહે, તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેની આરોગ્યની સ્થિતી સારી બની રહે તે માટે ‘પુર્ણા યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૧૫-૧૮ વર્ષની તમામ કિશોરીઓને દર માસે અઠવાડિયામાં એક વાર પુર્ણાશક્તિના ૪ પેકેટ (૧ કિલોનાં) આપવામાં આવે છે. તેમજ ફોલીક એસીડ અને પૂરક આર્યનની ગોળી સાથે આરોગ્ય તપાસ અને રેફરલ સેવા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત કિશોરીઓને શિક્ષણ, કૌશલ્ય તાલીમ, ઘરવ્યવસ્થાપન વગેરે વિશે માહિતગાર કરવામાં આવે છે.

પુર્ણા યોજનાની લાભાર્થી ભિમાણી ગાયત્રીને પુર્ણા યોજના તેમને કઈ રીતે લાભદાયી બને છે તે અંગે પુછતા તે જણાવે છે કે, “અમને આંગણવાડી દ્વારા પુર્ણા શક્તિના ૪ પેકેટ આપવામાં આવે છે. જેની વાનગી દ્વારા અમારું સ્વાસ્થ્ય સારું બની રહે છે. ઉપરાંત અમને મહિનાના ૪ બુધવારે આયર્નની ગોળી આપવામાં આવે છે અને ચોથા મંગળવારે પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પુર્ણા શક્તિની આ યોજના કિશોરીના સ્વાસ્થ્ય માટે ચલવવામાં આવે છે, જેનાથી કિશોરીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે.”

Related posts

દેશભરમાં દ્વિચક્રી વાહનચાલકો માટે BIS પ્રમાણિત હેલ્મેટ ફરજિયાત થશે

Hello Morbi

*”બા” નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા એક પ્રેરણારૂપ સિનિયર સીટીજન માટે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડિયાની પીઠડ તાલુકા શાળાનો 142 મો જન્મદિવસ અને આચાર્યનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવાયો*

editor

Leave a Comment