• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ અદા કરી*

*વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ અદા કરી*

*સ્થાનિક સ્વરાજ્યના સુદ્રઢ વહીવટ માટે મહત્તમ મતદાન એ જ લોકશાહીની સાચી શક્તિ ગણાવતા સાંસદશ્રી*

*મોરબી: ૨૬ એપ્રિલ, ૨૦૨૬*

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપવા માટે રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ આજે વાંકાનેર ખાતે મતદાન કરી નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય નિભાવ્યું હતું.
સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચીને લોકશાહીની પરંપરા મુજબ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ લોકશાહીનો પાયો છે. શહેર અને ગ્રામીણ સ્તરે વિકાસની ગતિને વધુ તેજ બનાવવા માટે દરેક મતદારની ભાગીદારી અનિવાર્ય છે. સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તે જરૂરી છે.

Related posts

*જોડીયા હુન્નર શાળા પ્રજાસત્તાક પર્વ 2021 ની ગરિમાપૂર્ણ શાનદાર દબાવા પૂર્વક ની ઉજવણી સપન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ દિનેશભાઈ પરમાર સહિતના રહા ઉપસ્થિત*

editor

Leave a Comment